________________
૨. દ્વીપસમુદ્રાધિકાર
૬
.
ટિપણું
૧. જંબુદ્વીપ –
લોકના ત્રણ ભાગ છે: અલોક, મધ્યલોક અને ઊર્ધ્વલક. તેમાં મધ્યલોકમાં એકબીજાને વીંટીને રહેલા એવા અસંખ્ય દ્વીપસમુદ્રો છે. તેમાં સૌની વચ્ચે ઝાલર જેવા ગોળાકારે જંબુદ્વીપ આવેલો છે અને તેને વીંટીને બંગડી આકારે ગોળ એવો લવણસમુદ્ર છે. લવસમુદ્રને વીંટીને ધાતકીદ્વીપ છે. આમ એક સમુદ્ર અને એક દ્વીપ એમ એકબીજાને વીંટીને રહેલા અસંખ્યાત દ્વીપ અને સમુદ્રો છે. અંતિમ સમુદ્ર સ્વયંભૂરમણ છે તે સ્વયંભૂરમણ નામના દ્વીપને વીંટીને રહેલ છે. શાસ્ત્રકારોએ અમુક દ્વીપ અને સમુદ્રનાં નામે જણાવ્યાં છે અને બાકીનાં માટે કહી દીધું છે કે જગતમાં જે કાંઈ પ્રશસ્ત છે તે નામવાળા તે તે દ્વીપ અને સમુદ્ર છે. દ્વીપનાં નામે ક્રમશ: આ પ્રમાણે છે – જંબૂ, ધાતકીખંડ, પુષ્કર, વારુણીવર, લીવર, ધૃતવર, ઈશ્નરસ, નંદીશ્વર, અરુણ, ઇત્યાદિ. અને સમુદ્રનાં નામો ક્રમશઃ આ પ્રમાણે છે- લવણ, કાલેદધિ, અને ત્યાર પછીના બધા સમુદ્રોનાં નામે તે જે દ્વીપને વીંટળાઈને રહ્યા હોય તે જ સમજવાં; એટલે પુષ્કરસમુદ્ર, વારુણીવરસમુદ્ર, ક્ષીરરસમુદ્ર આદિ.
૨. જગતી? –
પ્રત્યેક દ્વીપ અને સમુદ્રને અંતે જગતી હોય છે. આ જગતીના વિસ્તારને તે તે દ્વીપ અને સમુદ્રમાં જ – જેને તે ઘેરતી હોય – ગણવામાં આવે છે. તે વજની બનેલી હોય છે. છેક નીચે બાર યોજન પહોળી છે અને ક્રમશઃ ઘટતાં ઘટતાં છેક ઉપર ૪ યજન પહેળી રહે છે. તે જગતીની ઉપર વચ્ચે બે ગાઉ ઊંચી અને ૫૦૦ ધનુષ પહેાળી વેદિકા આવેલી છે. એ વેદિકાની બન્ને બાજુએ વન આવેલું છે. આ જગતીમાં સમાનાન્તરે ચાર દ્વાર આવેલાં છે.
૩. દ્વારેનું અંતર –
૭૯ મું સમવાય હોવાથી ૭૯૦૦૦ને અંક આપી કાંઈક વધારે અંતર છે એમ કહ્યું; પણ ખરી રીતે ૭૯૦૫ર જન, ૧ કેશ, ૧૫૩ર ધનુષ, ૩ આંગળ અને ત્રણ ચવ અંતર જંબુદ્વીપની જગતીમાં આવેલાં દ્વારનું છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org