________________
૨. દ્વિપસમુદ્રાધિકાર : ૧૯ ધાતકખંડના ચકવાલના પશ્ચિમાંત (પૂર્વાન્ત)' સુધીનું અંતર સાત લાખ જન છે.
[-સમ- ૧૩૦] ઘાતકીખંડની વેદિકા બે ગાઉ ઊંચીં છે.
-સ્થા ૯૨] (૨) ધાતકીવૃક્ષ તથા મેરુ ધાતકીખંડના પૂર્વાર્ધમાં ધાતકીવૃક્ષ આઠ જન ઊંચું અને મધ્ય ભાગમાં આઠ યજન વિસ્તૃત છે. તેનું સર્વ પ્રમાણ આઠ જનથી કાંઈક વધારે છે. તેમાં તેને અધિપતિ સુદર્શન નામને દેવ વસે છે. બીજું તેટલા જ પ્રમાણવાળું કુટશાલ્મલી નામનું વૃક્ષ છે જેને અધિપતિ ગરુડદેવ છે. ' ધાતકીખંડના પશ્ચિમાર્ધમાં મહાપાતકી નામનું વૃક્ષ છે. તેનું માપ તેટલું જ છે. અને તેમાં પ્રિયદર્શન નામનો અધિપતિ દેવ વસે છે. બીજું કૂટશામલી નામનું વૃક્ષ છે, જેને અધિપિતિ ગરુડદેવ છે.
[- સ્થા૦ ૬૪૧, ૯૨] ધાતકીખંડના મેરુનું સર્વપ્રમાણ (ઊંચાઈનું) ૮૫ હજાર જન છે.
[-સમ૦ ૮૫]
૧. અહીં સૂત્રમાં “પશ્ચિમાંત” પાઠ છે તે બરાબર નથી.
૨. સાત લાખ અંતર આ રીતે – જંબુદ્વીય ૧ લાખ+લવણ ૨ લાખ+ઘાતકી ૪ લાખ = ૭ લાખ જન થાય. પણ છાપેલ પાઠ પ્રમાણે ગણુએ તે જંબૂઢાપના એક લાખ જન અને ધાતકીના ૪ લાખ જનને સમાવેશ થાય જ નહીં. માત્ર લવણસમુદ્રના જ બે લાખ જન ગણાય. કારણ, જંબદ્વીપની વેદિકાને પૂર્વાન્ત અને ઘાતકીને પશ્ચિમાંત એ બે વચ્ચે માત્ર લવણસમુદ્ર જ પડે છે.
૩. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૩૨.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org