________________
સ્થાનાંગસમવાયાંગ ૩ (૧) નિષધ વર્ષધરમાંના તિગિચ્છ હૃદમાંથી શીતદા મહાનદી નીકળીને ૭૪૦૦ એજનથી કાંઈક વધારે ઉત્તરાભિમુખ વહીને પછી ચાર એજન લાંબા અને પ૦ એજન પહોળા વજમય નાળચા (જીભ) વાટે પિતાના વજીના તળિયાવાળા પ્રપાતકુંડમાં મેટા ઘડામાંથી મેતીની ધારની જેમ મહાન ઘોષ કરતી પડે છે.
(૨) આ જ પ્રમાણે નીલવંતના કેસરી હદમાંથી નીકળતી દક્ષિણાભિમુખી શીતા નદી વિષે પણ સમજી લેવું.
[-સમ૭૪] શીતા, શીદા મહાનદીઓ મુખમૂલમાં (સમુદ્ર પાસે) દશ જન ઊંડી છે.'
[-સ્થા ૭૭૯] (૧) જ બુદ્વીપના મંદર પર્વતની પૂર્વમાં વહેતી શીતા નદીની ઉત્તરે ઉત્કૃષ્ટથી આઠ અરિહંત, આઠ ચવત, આઠ બળદેવ અને આઠ વાસુદેવ ઉત્પન્ન થયા છે, થાય છે અને થશે.
(૨-) તે જ નદીની દક્ષિણે તથા મેરુની પશ્ચિમે વહેતી શીતદાની ઉત્તરે અને દક્ષિણે પણ તે જ પ્રમાણે મહાપુરુષોની ઉત્પત્તિ સમજવી.
[-સ્થા ૬૩૮] (૧) જંબુદ્વીપમાં મેરુપર્વતની પૂર્વમાં વહેતી શીતા નદીને ઉત્તરે આ બધું આઠની સંખ્યામાં છે –
૧. દીર્ઘવૈતાઢય; ૨. તિમિસગુહા; ૩. ખંડપ્રપાતગુફા;
૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૨૪. ૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૨૫. ૩. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૨૬.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org