________________
૨. દ્વીપસમુદ્રાધિકાર (૨) મેરુપર્વતની ઉત્તરે આવેલા શિખરી પર્વતના પોંડરિકદમાંથી ત્રણ મહાનદીએ નીકળે છે –
૧. સુવર્ણકૂલા ૨. રક્તા; ૩. રક્તાવતી. (૩) જમ્બુદ્વીપમાં મેરની પૂર્વમાં પૂર્વ મહાવિદેહમાં શીતા. નદીની ઉત્તરમાં ત્રણ આંતરનદીઓ છે.
૧. ગાથાવતી; ૨. કહવતી. ૩. પંકવતી. (૪) એ જ શીતા નદીની દક્ષિણે ત્રણ આંતરનદીઓ છે –
૧. તપ્તકલા, ૨. મરજલા; ૩. ઉન્મત્તજલા. (૫) જંબૂદ્વીપમાં મેરુની પશ્ચિમે મહાવિદેહમાં વહેતી શીતેદા નદીની દક્ષિણે ત્રણ આંતરનદીઓ છે –
૧. ક્ષીરદા; ૨. શીત સ્રોતા; ૩. અન્તવાહિની. (૬) એ જ શીતદા નદીની ઉત્તરે ત્રણ આંતરનદી આ છે – ૧. ઊર્મિમાલિની, ૨. ફેનમાલિની;૩. ગંભીરમાલિની
[-સ્થા. ૧૯૭] (૧) જમ્બુદ્વીપમાં મંદર પર્વતની દક્ષિણે ભરતવર્ષમાં વહેતી ગંગા મહાનદીને પાંચ મહાનદી મળે છે –
૧. જમુના ૨. સરયુ, ૩. આદી, ૪. કેસી; ૫. મહી. (૨) જમ્બુદ્વીપમાં મંદિરની દક્ષિણે ભારતવર્ષમાં સિંધુ નદીને પાંચ નદી આવી મળે છે –
૧. શતદ્ર; ૨. વિભાસા, ૩. વિતસ્તા; ૪. ઈરાવતી; ૫. ચંદ્રભાગા.
. જુઓ પ્રકરણને અતિ ટિપ્પણ ન. ૨૩.
૨. બધી મળી ૧૨ આંતર નદીઓ વિદેહમાં છે. તેમને આ સૂત્રમાં ગણાવી છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org