________________
પ૮ર
સ્થાનાંગ સમવાયાંગ ૩ આભિગિક દેવેની શ્રેણીઓ પણ તેટલા જ વિસ્તારવાળી છે.
[સ્થા૦ ૭૭૪ (૧૦) જમ્બુદ્વીપના વક્ષસ્કાર આદિ પર્વત
(૧) જંબુદ્વીપમાં મેરુપર્વતની દક્ષિણે આવેલા દેવની પૂર્વ અને પશ્ચિમની બાજુમાં અશ્વસ્કંધ જેવા અર્ધચંદ્રાકારે બે વક્ષસ્કાર પર્વત છે —
૧. સૌમનસ; ૨. વિ ...ભ.
(૨) જબૂદ્વીપમાં મેરુની ઉત્તરે આવેલ ઉત્તરકુરુમાં પણ તેવા જ પૂર્વ અને પશ્ચિમની બાજુમાં બે વક્ષસ્કાર પર્વતે છે તે આ --- ૧. ગંધમાદન (પશ્ચિમમાં); ૨. માલ્યવાન (પૂર્વમાં).
-િસ્થા૦ ૮૭] જબૂદ્વીપના મંદર પર્વતની ચારે વિદિશાએ ચાર વક્ષસ્કાર પર્વત છે –
૧. સૌમનસ (અગ્નિ), ૨. વિદ્યુતપ્રભ (નૈવત્ય) ૩. ગંધમાદન (વાયવ્ય); ૪. માલ્યવત (ઈશાન).
[–સ્થા ૩૦૨]
૧. આ વક્ષસ્કાર પર્વત પણ વૈતાઢય નામે ઓળખાય છે. અહીં તેમને જુદા એટલા માટે ગણાવ્યા છે કે તે બધા એકલા મહાવિદેહમાં જ છે.
૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧૬.
૩. ઉપર ૮૭માં સૂત્રમાં જણાવેલ જ આ પર્વત સમજવા. તેમને વિદિશામાં બતાવવાનું કારણ એ છે કે તે ઉત્તરથી દક્ષિણ તરફ કે દક્ષિણથી ઉત્તર તરફ એવી રીતે ફેલાયા છે કે જેથી અમુક વિદિશાની પ્રદક્ષિણા થાય છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org