________________
પS9
૨. દ્વીપસમુદ્રાધિકાર
૧૭૭ એ જ નદીની ઉત્તરે પણ આઠ રાજધાની છે તે આ
૧. વિજયા ૨. વૈજયંતી, ૩. જયંતી; ૪. અપરાજિતા; ૫. ચકપુરા; ૬. ખગ્ગપુરા; ૭. અવધ્યા; ૮. અયોધ્યા.
[– સ્થા૦ ૬૩૭] જબૂદ્વીપમાં ભારતવર્ષમાં દશ રાજધાનીઓ છે તે આ—
૧. ચંપા (અંગદેશની), ૨. મથુરા (સૂરસેનની); ૩. વારાણસી (કાશીના), ૪. શ્રાવસ્તી (કુણાલની); ૫. સાકેત-અયોધ્યા (કોશલની); ૬. હસ્તિનાપુર (કુરુની); ૭. કાંડિલ્ય (પાંચાલની); ૮. મિથિલા (વિદેહની); ૯. કસબી (વત્સની); ૧૦. રાજગૃહ (મગધની).
[– સ્થા. ૭૧૮] ૮. જમ્બુદ્વીપના વર્ષધર પર્વત જંબુદ્વીપમાં મેરુપર્વતની દક્ષિણે અને ઉત્તરે સમાન પરિમાણયુક્ત ક્રમશઃ આ બે વર્ષધર પર્વતો આવેલા છે–
૧. આ આઠે રાજધાની પ્રાદિ વિજયોની છે, જે પશ્ચિમ મહાવિદેહમાં ઉત્તર દિશામાં આવેલા છે.
૨. આ રાજધાનીઓમાં સામાન્ય રીતે સાધુઓને પ્રવેશ નિષિદ્ધ છે; કારણ કે ત્યાં મનઃાભ કરાવનાર સ્ત્રી વગેરે વસ્તુઓ ઘણી હોય. એક માસમાં એક વખત પ્રવેશ થાય ત્યાં સુધી ઠીક; પણ બે ત્રણ વાર પ્રવેશ કરે તો દેષ લાગે છે અને પ્રાયશ્ચિત્ત કરવું પડે છે. રાજધાની બધી મળી ૨૬ પ્રસિદ્ધ છે; પરંતુ અહીં દશમસ્થાનક હોવાથી દશનું ગ્રહણ છે.
૩. ભરત આદિ ક્ષેત્રોને પૃથક કરનારા પર્વતો વર્ષધર કહેવાય છે. એ છે છે, જે અહીં ગણાવેલા છે. જંબુદ્વીપમાં બધાં મળી સાત ક્ષેત્રો છે એ આગળ ગણાવી દીધાં છે. તેમાં બે ક્ષેત્રની વચ્ચે એક એક વર્ષધર થાય છે – જુઓ પ્રકરણને અંતે ટિપ્પા નં. ૬. આ બધા વર્ષધર પર્વત પૂર્વથી પશ્ચિમ સુધી લાંબા છે. એટલે કે બધા વર્ષધરોને પૂર્વીત અને પશ્ચિમાંત લવણસમુદ્ર સુધી છે. સ્થા-૩૭
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org