________________
૫૬૯
૨. દ્વિપસમુદ્રાધિકાર નંદનવનના પૂર્વાન્તથી પશ્ચિમાન્ત સુધીનું અંતર તથા ઉત્તરાન્તિથી દક્ષિણાન્ત સુધીનું અંતર ૯૯૦૦ એજન છે.'
[-સમ૦ ૯૯] જબૂદ્વીપના મેરુના મધ્ય ભાગમાં આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના અને નીચેના ક્ષુદ્ર પ્રતરમાં આઠ રુચક પ્રદેશ છે, જેમને લઈને આ દશ દિશાઓ ગણાય છે—
૧. પૂર્વ ૨. પૂર્વદક્ષિણ ૩. દક્ષિણ; ૪. દક્ષિણપશ્ચિમ;પ. પશ્ચિમ; ૬. પશ્ચિમોત્તર; ૭. ઉત્તર; ૮. ઉત્તરપૂર્વક ૯. ઊર્ધ્વ, ૧૦. અધઃ. આ દશ દિશાનાં દશ નામ છે –
૧. ઈન્દ્રા; ૨. અગ્નિ, ૩. યમા; ક. નૈતી; ૫. વારુણી; ૬. વાયવ્યા; ૭. સોમા; ૮. ઈશાના; ૯. વિમલા; ૧૦. તમા.
[–સ્થા૦ ૭૨૦] ધરણીતલમાં રહેલા મેરુપર્વતની મધ્યમાં રહેલ રુચકનાભિની ચારે તરફ મેરુ પાંચ પાંચ હજાર જન પ્રમાણ પહેળે છે. (કારણ કે ત્યાં તેને વિષ્કલ્સ ૧૦,૦૦૦ પેજન છે. એટલે મધ્ય ભાગથી બધી તરફ પાંચ પાંચ હજાર જન પ્રમાણ પહેળો હોય.)
[-સમ૦ ૧૧૮] ૧. જ્યાં નંદનવન આવેલું છે ત્યાં મેરુ ૯૯૫૪ યોજન પ્રમાણ પહેળે છે. એટલે અહીં સામાન્યપણે ૯૦૦ કહ્યા છે એમ સમજવું.
૨. જે ઠેકાણે મેરુપર્વત ૧૦,૦૦૦ એજન પહેળે છે, ત્યાંથી લગભગ દશ જન નીચે જઈએ ત્યારે રત્નપ્રભા પૃથ્વીના બે પ્રતર આવે છે. આ પ્રતરે આખા લોકમાં સૌથી ઓછાં પહોળાં હાઈ ફુલ્લક કહેવાય છે. આ બને પ્રતરના મધ્યમાં આવેલા ગેસ્તનાકાર ચાર ચાર પ્રદેશ છે. તે રુચક પ્રદેશ કહેવાય છે. આ પ્રદેશ પરથી જ આઠે દિશાની તથા વિદિશાની કલ્પના કરવામાં આવે છે. તે તિર્યગલોકની મધ્યમાં હોવાથી તિર્યશ્લોકમધ્ય પણ કહેવાય છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org