________________
૫૮
સ્થાનાંગ-સમવાયાંગ: ૩ મેરુપર્વતમાં ચાર વન છે –
૧. ભદ્રશાલ; ૨. નંદનવન, ૩. સૌમનસ; ૪. પંડકવન. પંડકવનમાં ચાર અભિષેકશિલાર છે –
૧. પાંડુક બેલશિલા, ૨. અતિ પાંડુક બલશિલા, ૩. રક્ત કંબલશિલા; ૪. અતિરક્ત કંબલશિલા.
[– સમર ૩૦૨]. નંદનવનના નીચલા છેડાથી સૌગન્ધિક કાંડના નીચલા છેડાનું અંતર ૮૫૦૦ એજન પ્રમાણ છે.
[– સમર ૮૫] નંદનવનના ઉપરના છેડાથી પંડક વનના નીચેના છેડા સુધીનું અંતર ૯૮,૦૦૦ જન પ્રમાણ છે.*
[– સમય ૯૮] પણ આ સૂત્રમાં જમીનની અંદરની ૧૦૦૦ જન પ્રમાણ મેરુની ઊંચાઈને બાદ કરતાં માત્ર ભૂમિસ્થાનથી જે તેની ૯૯૦૦૦ યોજન પ્રમાણ ઊંચાઈ છે તેને ગણી છે; અને તેટલા યોજન પ્રમાણ મેરને બે કાંડમાં વિભક્ત કર્યો છે. એટલે પ્રથમ કાંડ ૬૧,૦૦૦ યોજન પ્રમાણ અને દ્વિતીયકાંડ ૩૮,૦૦૦ યજન પ્રમાણુ ગણતાં સર્વ મળી ૯૯,૦૦૦ યોજન થાય. - ૧. જમીનમાંના હજાર રન પૂરા થાય એટલે ભૂમિસ્થાને ભદ્રશાલ વન આવે છે. અને ત્યાંથી ૫૦૦ એજન ચડીએ ત્યાં નંદન વન આવે છે. ત્યાંથી ૬૨,૫૦૦ જન ઊંચે જઈએ ત્યારે સૌમનસવન આવે છે. ત્યાંથી ૩૬,૦૦૦ યોજન ઉપર જઈએ એટલે મેરુની ટોચ પર પંડકવન આવે છે.
૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૫.
૩. આ સૌગકિકાંડ રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ ખર કાંડમાં આવેલ છે. ખરકાંડનાં બધાં મળી ૧૬ કાંડ છે તેમાં આઠમું સૌગન્ધિકકાંડ છે. પ્રત્યેક કાંડ એક હજાર યોજન પ્રમાણ છે; એટલે રત્નપ્રભા પૃથ્વીના ૮૦૦૦ જન અને ૫૦૦ જન મેરુન (કારણ, ભૂમિસ્થાનથી નંદનવન પ૦૦ જન ઉપર છે) એમ બધા મળી ૮૫૦૦ એજન થાય.
૪. ભૂમિસ્થાનથી ૫૦૦ યોજન ઊંચે નંદનવન છે અને પાછું ત્યાંથી પ૦૦ યોજન ઊંચાઈ સુધી ચાલ્યું જાય છે. પંડકવન શિખર પર છે તેથી ૯૯,૦૦૦ હજારમાંથી એક હજાર બાદ કરતાં ૯૮,૦૦૦ એજન અંતર મળી રહે છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org