________________
૧. લેકઅલેક
૫૬૩
ટિપ્પણ
૧. ચોદ રજજુપ્રમાણુલોક –
ચૌદરજજુ પ્રમાણ લોક છે. અલોકની સાતે નરક એકેક રજજીપ્રમાણ છે. પ્રથમ નરકના ઉપરના છેડાથી સૌધર્મયુગલ સુધીમાં એક રજજી થાય છે. તેની ઉપર સનસ્કુમાર અને મહેન્દ્ર કલ્પ એક સજજુ રેકે છે. તેની ઉપર બ્રહ્મ અને તેની ઉપર લાંતક એ બે મળીને એક જુ પ્રમાણમાં છે. તેની ઉપર મહાશુક્ર અને તેની ઉપર સહસ્ત્રાર એ બે મળીને એક રાજુ પ્રમાણ છે. તેની ઉપર જોડાજોડ આવેલા આનત અને પ્રાણત અને તેની ઉપર જોડાજોડ આવેલા આરણ અને અય્યત – એ ચાર મળી એક રજજુ પ્રમાણમાં છે. ત્યાર પછી ઉપરાઉપર આવેલા નવ ગ્રેવેચક એક રજજુ રોકે છે. તેની ઉપર આવેલા પાંચ અનુત્તર અને તેની ઉપર આવેલ સિદ્ધશિલા એ સર્વ મળી એક રજજુ રેકે છે. આ સર્વ મળી ચૌદ રજુ થાય છે. લોકને આકાર વૈશાખ સંસ્થાને છે; એટલે કે બને હાથોને કેડ પર રાખી અને બંને પગને પહોળા કરી ઊભેલા પુરુષના આકાર જેવો છે. તેના ત્રણ ભાગ છે: અલક, તિર્યશ્લોક અથવા મધ્યલોક અને ઊર્ધ્વલોક. અલોકમાં નરકે છે, મધ્યમાં દ્વીપ સમુદ્રો છે અને ઊર્ધ્વમાં દેવનાં વિમાન તથા સિદ્ધશિલા છે.
જૈન શાસ્ત્રોમાં જેમ જીવ અને અજીવને જ લોક કહ્યો છે, તેમ અંગુત્તરમાં લેક અનંત છે કે સાત છે એવા પ્રશ્નના જવાબને ટાળીને ભગવાન બુદ્ધ માત્ર એટલું કહ્યું કે પાંચ કામગુણ-૩૫, રસાદિ એ જ – લોક છે. અને કહ્યું કે જે મનુષ્ય એ પાંચ કામને ત્યાગે છે તે લોકના અંતે પહોંચી ત્યાં જ વિચારે છે– ઇત્યાદિ. [– અંગુત્ત૨૦ ૯. ૩૮] ૨. ધરતીકંપ બાબત ઔદ્ધ માન્યતા –
ભૂકંપનાં અંગુત્તરમાં આઠ કારણ ગણાવ્યાં છે. તે આ– ૧. પૃથ્વી નીચેના મહાવાયુના વાવાથી પાણી કંપિત થાય છે અને તેથી તેના પર રહેલી પૃથ્વી કપિત થાય છે;
ર. કોઈ શ્રમણ-બ્રાહ્મણ પિતાની ઋદ્ધિના બળ વડે પૃથ્વી ભાવનાને ભાવે તેથી.
૩. જ્યારે બેધિસત્વ માતાના ગર્ભમાં આવે ત્યારે;
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org