________________
પ૯
૮. અજવાસ્તિકાય ૩. સમયક્ષેત્રઃ
મનુષ્યલકને સમયક્ષેત્ર કહેવામાં આવે છે તે એટલા માટે કે તેમાં સૂર્યની ગતિ પરથી કાળનું માપ કાઢી તેને દિવસ, માસ, વર્ષ આદિપે કાળનો વ્યવહાર થાય છે. જંબુદ્વીપ, તેની ફરતો લવણસમુદ્ર, અને તેની ફતો ધાતકીખંડ અને તેની ફરતો કાલોદધિસમુદ્ર અને તેની ફરતો પુષ્કરવારદ્વીપ છે. તે પુષ્કરવરદ્વીપને માનુષોત્તર પર્વત બે ભાગમાં વહેંચી નાખે છે. એટલે જંબુદ્વીપ, લવણસમુદ્ર, ઘાતકીખંડ, કાલોદધિસમુદ્ર અને તેના ફરતો અર્ધા પુષ્કરવરદ્વીપ એટલું ક્ષેત્ર તે સમયક્ષેત્ર કહેવાય છે અને અઢીદ્વીપ પણ કહેવામાં આવે છે. ૪. અવમાત્ર પર્વ:
અમાસ અને પૂર્ણિમા એ પર્વ કહેવાય છે. એટલે જે પક્ષ –– પખવાડિયામાં તે હોય તે પણ પર્વ કહેવાય. અહીં તૃતીય પર્વથી આષાઢનું કૃષ્ણપક્ષ સમજવું. તેમાં ક્રમશ: દિવસની હાનિ થાય છે અને રાત્રિ વધે છે. સસમ પર્વ એટલે ભાદરવા મહિનાનું કૃષ્ણપક્ષ. તેમાં પણ ક્રમશ: દિવસ ઘટે છે. અગિયારમું પર્વ એટલે કાર્તિક માસનું કૃષ્ણપક્ષ. તેમાં પણ ક્રમશ: દિવસ ઘટે છે અને રાત્રિ વધે છે. તે જ પ્રમાણે એક એક માસ છોડીને કૃષ્ણ પક્ષ સમજવાના છે. એટલે કે પંદરમા વગેરે પર્વ નો અર્થ ક્રમશ: પિષ, ફાગણ અને વૈશાખ કૃષ્ણપક્ષ સમજ. ૫. અતિરાત્ર પવા
નીચે જણાવેલાં ચતુર્થ આદિ પર્વોમાં રાત્રિ ઘટે છે અને દિવસ વધે છે. અહીં ચતુર્થ પર્વનો અર્થ છે – આષાઢનું શુકલપક્ષ. તેમાં રાત્રિ ઘટીને દિવસ વધવા માંડે છે. આઠમું આદિ પર્વને અર્થ ક્રમશઃ ભાદ્રપદ, કાર્તક, પિષ, ફાગણ અને વૈશાખનું શુકલપક્ષ સમજવો. તે તે પક્ષોમાં દિવસ વધે છે અને રાત્રિ ઘટે છે. ૬. ચંદ્ર સંવત્સર :
ચંદ્ર સંવત્સરમાં બાર માસ અને છ ઋતુ હોય છે; અને ૩૫૪૩ દિવસો હોય છે. ચંદ્રમાસ કૃષ્ણ પ્રતિપદાથી શરૂ થઈ શુકલ પૂર્ણિમાએ પૂર્ણ થાય છે અને તે ૨૯૩૩ અહોરાત્ર ગણાય છે. તેના બમણ કરતાં એક ઋતુના દિવસ પલ થાય. પણ અહીં ૬ ની વિવક્ષા ન કરીને માત્ર ૫૯ અહોરાત્ર જણાવ્યા છે, એમ સમજવું.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org