________________
પપ૦
સ્થાનાંગલ્સમવાયાંગ: ૨ ૭. યુગસંવત્સરના ભેદઃ
જે ક્રમે અહીં ચંદ્રાદિ સંવત્સર જણાવ્યા છે, તે જ ક્રમે એક યુગમાં ક્રમશઃ વર્ષ આવે છે. ચંદ્ર સંવત્સર ર૯ અહેરાત્રનો એક માસ એવા બાર માસે પૂર્ણ થાય છે, એટલે તેના ૩૫૪ દિવસ થાય. બીજું ચંદ્રવર્ષ પણ તેટલા જ દિવસનું થાય અને ત્યાર પછી અભિવર્ધિત સંવત્સર બેસે. તે ૩૧૧રુ૩ અહોરાત્રને એક માસ એવા બાર માસે પૂર્ણ થાય છે. એટલે તેના ૩૮૩૪૪ અહેરાત્ર થાય. ત્યાર પછી ૩૫૪ દિવસનો ચંદ્ર સંવત્સર બેસે. તે પૂરું થાય એટલે વળી ૩૮૩ દિવસને અભિવર્ધિત સંવત્સર બેસે. તે પૂરું થાય એટલે એક યુગ પૂરો થયે કહેવાય. તેના બધા મળી દિવસે ૧૮૩૦ થાય. અભિવર્ધિત સંવત્સરમાં અધિક માસ આવે છે તેથી તે અભિવર્ધિત કહેવાય છે. ૮. બદ્ધ અને નેબદ્ધ પાર્થસ્પષ્ટ
ગંધવાળાં પુગલ ક્યાં સુધી નાકમાં જઈને ચોંટી જાય નહીં, ત્યાં સુધી ગંધ આવે નહીં, તે જ પ્રમાણે પુગલ શરીરને ચોંટે નહીં, ત્યાં સુધી તેની શીતલતા કે તેની ઉષ્ણતાનું ભાન થાય નહિ. તે જ પ્રમાણે રસનું ભાન જીભ વડે જે રસયુક્ત પદાર્થ જીભે ચોંટે તો જ થાય. આ ત્રણ ઇન્દ્રિાના વિષયમૃત પદાર્થો બદ્ધ-પાશ્વ-સ્કૃષ્ટ કહેવાય છે; કારણ તેમાં શરીરના ભાગમાં સ્પર્શ અને બદ્ધતા એટલે કે ગાઢતર આલેષ આવશ્યક છે. પણ શબ્દ માટે તેમ નથી. શપુગલનો માત્ર કાન સાથે સ્પર્શ આવશ્યક છે. તેનો ગાઢતર આશ્લેષ–બદ્ધતા–આવશ્યક નથી. તેથી શબ્દ પુગલને નોબદ્ધપાર્શ્વધૃષ્ટ કહી શકાય. આમાં નિષેધ બદ્ધતાનો ગો, સ્પર્શનો નહીં. વળી આંખના વિષયભૂત પુગલો પણ નબદ્ધ પાર્શ્વસ્કૃષ્ટ કહેવાય; કારણ તે પુગલને તો આંખ સાથે સ્પર્શ તેમજ ગાઢતર આલેષ આવશ્યક જ નથી. કારણ, આંખ દૂર પડેલા પદાર્થને જોઈ શકે છે. આમાં નિષેધ સ્પર્શ અને બદ્ધતા એ બનેનો છે તેથી તે પણ નોબદ્ધપાર્શ્વધૃષ્ટ કહેવાય. આ વિભાગ ઇન્દ્રિય-વિષચની અપેક્ષાએ કર્યો છે. પણ તે જ પ્રમાણે પગલોને જીવ સાથે અને પરસ્પર સ્પર્શ અને બદ્ધતા હોય કે ન હોય તે પરથી પણ તેમને બદ્ધ-પાર્શ્વ પૃષ્ઠ અને નબળદ-પાર્થસ્કૃષ્ટ એ વિભાગ થઈ શકે છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org