________________
૪૦
સ્થાનાંગલ્સમવાયાંગ ૨ ૪. માંસાનુસારી ૫. શેણિતાનુસાર, ૬. અસ્થિમિંજાનુસારી.
[– સ્થા. પ૩૩]
ટિપણ ૧. ધર્માસ્તિકાયના દેશપ્રદેશઃ
અખંડ ધર્માસ્તિકાયરૂપ સ્કંધ તે આ પ્રથમ ભેદ. ધર્માસ્તિકાયના પુદ્ગલસ્કંધની જેમ અનેક જુદા જુદા સ્કંધ હોતા નથી; પણ એ અખંડ - ધર્માસ્તિકાયમાં કોઈ એક ખંડની કલ્પના કરી શકાય છે અને તે કલ્પિત
અંશને ધર્માસ્તિકાયને દેશ કહી શકાય; આ બીજો ભેદ. એ જ અખંડ ધર્માસ્તિકાયનો અવિભાજ્ય અંશ કલ્પવામાં આવે તે પ્રદેશરૂપ ધર્માસ્તિકાચ કહેવાય; આ ત્રીજે ભેદ છે. આવા અસંખ્યાત પ્રદેશની ઘર્માસ્તિકાયમાં કલ્પના થઈ શકે છે તેથી ધર્માસ્તિકાયને અસંખ્યાતપ્રદેશી આંધ કહેવાય છે. આ જ પ્રમાણે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય વિષે પણ સમજવું. ૨. અદ્ધાસમયઃ
અદાસમય એટલે કાળ. કાળના સમોનો સમૂહ બની શકે નહીં માટે તેને અસ્તિકાય–પ્રદેશસમૂહરૂપ કહેવામાં નથી આવતો. કાળનું માપ સૂર્યની ગતિ ઉપરથી નીકળે છે; એટલે મનુષ્યક્ષેત્રમાં જ્યાં સૂર્ય ગતિ કરે છે ત્યાં જ કાળના દિવસ, સપ્તાહ, માસ ઇત્યાદિરૂપ વ્યવહારની પ્રસિદ્ધિ છે. મનુષ્યક્ષેત્રની બહાર સૂર્ય સ્થિર હોવાથી ત્યાં કાળનું માપ લેવું અસંભવિત છે. પણ જે ત્યાંના જીવને કાળને વ્યવહાર કરવો જ હોય, તે મનુષ્યક્ષેત્રના કાળવ્યવહાર પ્રમાણે જ કરી શકે છે, અન્યથા નહિ. મનુષ્યક્ષેત્ર અને તેની બહારના સૂર્યો જુદા માનવામાં આવ્યા છે એ ધ્યાનમાં રાખવું જોઈએ. ભગવતીસૂત્રમાં કાલના ચાર ભેદનું વર્ણન છે. - જુઓ “ભગવતીસાર” પૃ૦ ૨૧૨. . . ૨. આ માંસાનુસારી વગેરે ત્રણ ભેદો કાર્યભેદથી છે. માંસમાં ઊતરી જાય તે માંસાનુસારી, લાહીમાં ઊતરી જાય તે શેણિતાનુસારી અને હાડકામાં પણ પહોંચી જાય તે અસ્થિમિંજાનુસારી.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org