________________
૫૪૪
સ્થાનાંગ-સમવાયાંગ: ૨
(૭) શબ્દાદિ શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ શુભશબ્દ, અશુભશબ્દ;
સુરૂપ, કુરૂપ, દીર્ઘ, હસ્વ, ગેળ, ત્રિકોણ, ચતુષ્કોણ, વિસ્તીર્ણ, પરિમંડલ
કૃષ્ણ, નીલ, લહિત, હરિદ્ર, શુકલ;
સુરભિગંધ, દુરભિગધ; તિક્ત, કટુક, કષાય, અમ્લ, મધુર;
કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ, અગુરુલઘુ, ગુરુલઘુ– આ બધાં એક એક છે.
[–સ્થા ૪૭] કામગુણ પાંચ છે – ૧. શબ્દ; ૨. રૂપ; ૩. રસ; ૪. ગંધ; ૫. સ્પર્શ.
[-સ્થા૩૯૦; –સમ૦ ૫] આ પાંચ સ્થાનમાં જ આસક્ત થાય છે, રક્ત થાય છે, મૂરિજીત થાય છે, ગૃદ્ધિવાળા થાય છે, લીન થાય છે અને નાશ પામે છે.
આ પાંચને બરાબર જાણ્યાં ન હોય, તેમને ત્યજ્યાં ન હોય, તે તે જીવને અહિતકર્તા, અશુભકર્તા, અસામર્થ્યકારી, અનિચસકારી અને સંસારકારી થાય છે પણ જે તે પાંચને બરાબર જાણ્યાં હોય, છેડયાં હોય, તે તે હિતકારી થાવત્ સિદ્ધિદાયી બને છે.
તે પાચેને ત્યજવાથી સુગતિમાં જીવ જાય છે અને ન તજવાથી દુર્ગતિમાં જાય છે.
[-સ્થા- ૩૯૦]
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org