________________
૬. દેવનિકાય
૫૧૩ શરીર રૂપે પરિણમવાના હોય તે પુદગલે અથવા જે આત્મા ઇન્દ્ર થવાને હોય તે આત્મા પણ દ્રવ્યેન્દ્ર કહેવાય છે. વળી એશ્વર્ય એ પણ દેવેન્દ્રોનું અસ્થાયી હોવાથી અને માત્ર તીર્થકરાદિ જેવા મહાપુરુષોનું જ ઐશ્વર્ય સ્થાયી હોવાથી તેની અપેક્ષાએ દેવેન્દ્ર શક વગેરે પણ પ્રવેન્દ્ર જ કહેવાય. ઇન્દ્રનો ચે ભેદ ભાવેન્દ્ર છે પણ અહીં તે જણાવ્યો નથી; ત્રિસ્થાન કગત સૂત્ર હોવાથી. ભાવેન્દ્રના બે ભેદ છે–આગમભાવેન્દ્ર અને નોઆગમ ભાવેન્દ્ર. ઇન્દ્રશબ્દના જ્ઞાનવાળો તથા તેમાં ઉપગવાળો જીવ તે ભાવે કહેવાય. આમ કહેવાનું કારણ એ છે કે જ્ઞાન અને જ્ઞાનીને અભેદ હોવાથી જે જીવને ઇન્દ્રજ્ઞાન હોય તે જીવ પણ ઈન્દ્ર કહેવાય.
આગમ ભાવેન્દ્ર એ જીવ કહેવાય છે જેને ઇન્દ્ર એવું નામ અને ગોત્રકર્મનું વદન હોય અર્થાત જે દેવલોકમાં ઉત્પન્ન થઈને ઇન્દ્ર કહેવાતા હોય અને સૌ તેની આજ્ઞા ઉઠાવતા હોય – તેનું ઐશ્વર્ય સ્વીકારતા હોય.
તીર્થકરને પણ ભાવેન્દ્ર કહી શકાય કારણ તેમનું ઐશ્વર્યું સ્થાયી છે. ૧૯. દેવેની સભાઓ –
દેવોને જન્મ મનુષ્ય વગેરે ઇતર જીવોની જેમ ગર્ભમાંથી નથી થતો. પણ દેવસ્થાનમાં તેમના જન્મસ્થાનમાં – જે ઉપયત સભા કહેવાય છે – એક વસ્ત્ર ઢાંકેલી દેવાયા હોય છે તેમાં આવીને તે ઉત્પન્ન થાય છે. એક અંતર્મુહૂર્તમાં તો તેઓ બધી પર્યાપ્તિ પૂર્ણ કરી લે છે અને તરુણ જેવા બની જાય છે. ત્યાર પછી દેવે તેમને સ્નાન કરાવવા માટે સ્નાનાગારમાં લઈ જાય છે, તે અભિષેક સભા કહેવાય છે. સ્નાન કર્યા પછી દેવે તેમને વસ્ત્ર અને ઘરેણાંથી શણગારવા માટે અલંકારસભામાં લઈ જાય છે. ત્યાંનું કાર્ય પૂર્ણ થાય પછી વ્યવસાય સભામાં લઈ જાય છે ત્યાં પુસ્તક રાખવામાં , આવેલું હોય છે જે વાંચીને દેવને અનુલ પરંપરાથી તે અભિજ્ઞ બને છે અને કાર્યાકાર્યને નિર્ણય કરે છે. ત્યાર પછી તે સુધર્મા સભામાં જ્યાં તેના ભેગોપગ માટેની સંપૂર્ણ સામગ્રી ઉપસ્થિત હોય છે, ત્યાં જાય છે અને ત્યાં જ રહી દેવના કામમાં રત થઈ જીવન વ્યતીત કરે છે.
ક્ષા-
૩
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org