________________
૧૦૮
સ્થાનાંગન્સમવાયાંગ ૨ છે, ત્યારે દિવસ ૧૮ મુહર્ત અને રાત્રિ ૧૨ મુહૂર્ત હોય છે. પછી તે દક્ષિણાયન ગતિ કરે છે ત્યારે પ્રત્યેક મંડલે જ મુહુર્ત પ્રમાણ દિનમાન ઘટે છે અને તેટલું જ રાત્રિ પ્રમાણ વધે છે. એટલે જ્યારે તે ૩૯ માં મંડલમાં ભ્રમણ કરતો હોય, ત્યારે ૨૪ ૩૯ = ૭૮ થવાથી છુ. મુહર્ત પ્રમાણ દિવસ ઓછો થશે અને તેટલી જ રાત્રિ વધશે.
તે જ પ્રમાણે તેથી ઊલટું દક્ષિણાયનથી નિવૃત્ત થયેલા સુર્ય વિષે ૩૯ મા મંડલે સમજવું. ૧૩. પ૬ નક્ષત્ર :
જબૂદ્વીપમાં ચંદ્ર બે હોવાથી પ્રત્યેક ચંદ્રનાં ર૮ લેખે બે ચંદ્રનાં પ૬ નક્ષત્રો થાય. ૧. અભિજિત, ૨. શ્રવણ, ૩. ધનિષ્ઠા, ૪. શતભિષક , ૫. પૂર્વા ભાદ્રપદા, ૬. ઉત્તરા ભાદ્રપદા, ૭. રેવતી, ૮, અશ્વિની, ૯. ભરણી, ૧૦. કૃત્તિકા, ૧૧. રોહિણી, ૧૨. મૃગશીર્ષ, ૧૩. આદ્ર, ૧૪. પુનર્વસુ, ૧૫. પુષ્ય, ૧૬. આલેષા ૧૭. મઘા, ૧૮. પૂર્વાફાલ્ગની, ૧૬. ઉત્તરાફાગુની, ૨૦. હસ્ત, ૨૧. ચિત્રા, ૨૨. સ્વાતી, ૨૩, વિશાખા, ૨૪, અનુરાધા, ૨૫. જયેષ્ઠા, ૨૬. મૂળ, ૨૭. પૂર્વાષાઢા, ૨૮. ઉત્તરાષાઢા. આ પ્રત્યેક બબ્બે ગણવાથી ૫૬ થાય.
સૂર્ય-ચંદ્રની જેમ નક્ષત્ર મંડલ અનવસ્થિત નથી પણ અવસ્થિત છે. તેથી નક્ષત્રોને પોત-પોતાના નિચત મંડલથી મંડલાંતરે જવાનું બનતું નથી. પણ સ્વ-સ્વ મંડલમાં જ રહી તેઓ દક્ષિણાવર્તે મેરુની પ્રદક્ષિણા કર્યા કરે છે. આ પદ નક્ષત્રોને ભ્રમણ માટે માત્ર ૮ મંડલ છે. અને તે ઠીક ચંદ્રમંડલની ઉપર ચાર જન ઊંચે કઈ ને કઈ ચંદ્રમંડલની સમશ્રણીએ આવેલાં છે. નક્ષત્રોનું પ્રથમ મંડલ ચંદ્ર-સૂર્ય મંડલના સર્વાત્યંતર મંડલ પર આવેલું છે. તેમાં અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા, શતતારા, પૂર્વાભાદ્રપદા, ઉત્તરાભાદ્રપદા, રેવતી, અશ્વિની, ભરણ, પૂર્વાફાલ્ગની, ઉત્તરાફાલ્ગની અને સ્વાતી – આ બાર નક્ષત્રો જ્યારે મંડલના દક્ષિણાર્ધમાં હોય, ત્યારે તે જ નામનાં બીજા બાર ઉત્તરાર્ધમાં ભ્રમણ કરતાં હોય છે. નક્ષત્રોનું બીજું મંડલ ચંદ્રના ત્રીજા મંડલ ઉપર આવેલું છે. તેમાં બે પુનર્વસ અને બે મઘા એ નક્ષત્રોનું ભ્રમણ થાય છે. નક્ષત્રોનું ત્રીજું મંડલ લવણસમુદ્રમાં ચંદ્રના છઠ્ઠા મંડલ ઉપર આવેલું છે. તેમાં માત્ર બે કૃત્તિકાનું જ ભ્રમણ થાય છે. નક્ષત્રોનું ચોથું મંડલ ચંદ્રના સાતમા મંડલ ઉપર છે અને તેમાં
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org