________________
૬. દેવતનકાય
૫૦૭
પૂરું થાય છે. પછી ઉત્તરાયણ શરૂ થાય છે. તેમાં રાત ક્રમશ: તેટલા જ પ્રમાણમાં ઘટે છે અને દિવસ તેટલા જ પ્રમાણમાં ક્રમશ: વધે છે.
સમગ્ર સભ્યતર મંડલના આપણે ઉપર જોયું તે પ્રમાણે બે ભાગ પડી જાય છે. દક્ષિણાર્ધ અને ઉત્તરાર્ધ. એક સૂર્યને આ બંને ભાગ પૂરા કરવા માટે બે દિવસ (બે અહોરાત્ર) એટલે કે ૬૦ મુહુર્ત લાગે છે. પણ સમગ્ર એક મંડળ બને મળીને કરતા હોવાથી એક દિવસમાં પૂરું કરી લે છે. અને સૂર્યો એક દિવસમાં (૩૦ મુહુર્તમાં) એક એક અર્ધ ભાગને પૂરો કરી બીજા દિવસે જ્યારે બીજા અધ ભાગને ૩૦ મુહર્તમાં પૂરે કરે, ત્યારે બન્નેને સર્વાત્યંતર સમગ્ર પ્રથમ મંડળ પૂરું થાય છે. અને આ પ્રમાણે ઉત્તરોત્તર બીજું ત્રીજું આદિ મંડળે બબ્બે દિવસમાં (૬૦ મુહૂર્તમાં) પ્રત્યેક સૂર્ય પૂરાં કરે છે. પણ પ્રત્યેક મંડળની અપેક્ષાએ બને મળીને એક દિવસમાં જ પૂરું કરી લે છે તે ભૂલવું ન જોઈએ. ૧૧. ૧૮૨ મંડલ :
સવપિ જબૂદ્વીપમાં તો સૂર્યનાં મંડલે માત્ર ૬૫ જ છે, છતાં જબૂઢાપના સૂર્ય સંબંધી મંડલ વિષે હકીકત કહેવાની હેવાથી તે મંડલોને જંબદ્વાપમાં છે એમ કહ્યું છે.
સૂર્યનાં બધાં મળી ૧૮૪ મંડલે છે; તેમાંથી પ્રથમ-સર્વાત્યંતર અને અંતિમ-સર્વ બાહ્ય એ મંડલોને છોડીને બાકીનાં ૧૮રમાં સૂર્યનું ભ્રમણ બે વાર થાય છે. એક વખત સર્વબાહ્ય મંડલ તરફ જતી વખતે
અને બીજું સર્વબાહ્યથી પાછા સર્વાત્યંતરમાં આવતી વખતે. | સર્વ પ્રથમ આત્યંતર મંડલ બને સૂર્ય મળીને એક દિવસમાં પૂરું કરે છે. તે જ પ્રમાણે સર્વબાહ્ય મંડલ પણ બને મળીને એક દિવસમાં પૂરું કરે છે. બાકીનાં ૧૮૨ મંડલોમાં સૂર્ય બબ્બે વખત ભ્રમણ કરતા હેવાથી, એ પ્રત્યેક મંડલના બે દિવસ ગણવી જોઈએ; એટલે ૧૮૨ ૪ ૨ = ૩૬૪ દિવસ. તે અને સર્વાત્યંતર અને સર્વબાહ્ય મંડલના બે દિવસ એમ ૩૬૬ દિવસનું એક વર્ષ થાય છે. આ સૂર્ય-સંવત્સર કહેવાય છે. ૧૨. દિનમાન અને રાત્રિમાનની વધઘટ:
સર્વાત્યંતર મંડલ તો ઉત્તરાયણનું અંતિમ અહોરાત્ર ગણાતું હોવાથી અહીં પ્રથમ મંડલ એટલે સર્વાત્યંતરથી બીજું ગણવું જોઈએ. અને એ જ દક્ષિણાયનનું પ્રથમ મંડલ ગણાય છે. સૂર્ય સત્યંતર મંડલે હોય
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org