________________
પ૦૬
સ્થાનાંગન્સમવાયાંગ: ૨ કહેવામાં આવ્યું છે, કે ૧૮૦ એજન અવગાહીને સૂર્યને સર્વાત્યંતર મંડલે ઉદય થાય છે. પ્રથમ મંડલ એ પ્રથમ ઉદયસ્થાન પણ કહેવાય. એમ જબૂદ્વીપમાં એક સૂર્યનાં ઉદયસ્થાન ૧૮૪ છે. કારણ, મંડલની સંખ્યા ૧૮૪ છે.
- જે સૂર્ય ભરતમાં ઉદય પામે તે ભરત સૂર્ય. એ સૂર્ય નિષધ પર્વત ઉપર દક્ષિણ-પૂર્વ દિશામાં જંબુદ્વીપની જગતીથી ૧૮૦ એજન દૂર પ્રથમ ઉદિત થાય છે. બરાબર તે જ વખતે ઉત્તર-પશ્ચિમ દિશામાં નીલવંત પર્વત પર જબૂજગતીથી ૧૮૦ પેજન દૂર બીજે સૂર્ય પ્રથમ ઉદય પામે છે, જે ઐરવતમાં પ્રકાશ કરતો હોવાથી એરવત સૂર્ય કહેવાય છે. પછી એ બન્ને સૂર્ય એકસરખી ગતિ શરૂ કરે છે. ભરતસૂર્ય ગતિ કરતે કરતે સંપૂર્ણ ભરતને પ્રકાશિત કરીને બરાબર દક્ષિણ-પશ્ચિમમાં આવે છે, ત્યારે તેને ઉદય પશ્ચિમ મહાવિદેહમાં થયે ગણાય છે. તે જ પ્રમાણે એરવત સૂર્ય ગતિ કરતે કરતે સંપૂણ ઐરવત ક્ષેત્રને પ્રકાશીને જ્યારે ઠીક ઉત્તરપૂર્વમાં આવી પહોંચે છે, ત્યારે તેને ઉદય પૂર્વમહાવિદેહમાં થયો ગણાય છે. અહીં એ ધ્યાન રાખવું કે, બનેની ગતિ સરખી હેવાથી જ્યારે ભરતસૂર્યને ઉદય પશ્ચિમ વિદેહમાં થાય છે. તે જ વખતે એરવતસૂર્યને ઉદય પૂર્વવિદેહમાં થાય છે. ત્યાર પછી સંપૂર્ણ મહાવિદેહને પ્રકાશ કરતાંકરતાં તેમની દ્વિતીય ભંડલાભિમુખ ગતિ થાય છે. એટલે કે દ્વિતીય ઉદયસ્થાનમાં તેઓ બંને એકસાથે પહોંચી જાય છે. તેથી પશ્ચિમ વિદેહમાં ઉદયને પામેલ ભરતસૂર્ય સંપૂર્ણ દક્ષિણાર્ધમંડલ તથા પૂર્વમહાવિદેહમાં ઉદયને પામેલો એરવત સૂર્ય સંપૂર્ણ ઉત્તરાર્ધ મંડલ એક સાથે જ પૂરું કરે છે. અને પાછા બને એક સાથે જ દ્વિતીય મંડલમાં ભ્રમણ શરૂ કરે છે. એ જ પ્રમાણે આગળનાં મંડલ વિષે પણ સમજી લેવાનું છે. અંતિમ મંડલ પૂરું કર્યા પછી અને પાછા જે ગતિએ આવ્યા \ હતા, તે જ ગતિએ પાછા આવ્યંતર મંડલમાં જાય છે.
- જ્યારે સૂર્યો પ્રથમ મંડલમાં ભ્રમણ કરતા હોય છે, ત્યારે. દિવસ સંપૂર્ણ પ્રમાણનો ગણાય છે. એટલે કે, તે વખતે સૌથી માટે દિવસ ૧૮ મુહુર્ત પ્રમાણ હોય છે. અને રાત્રિ સૌથી નાની એટલે કે ૧૨ મુહુતી હોય છે. ત્યાર બાદ દિનમાન પ્રતિ મંડળે ૬ માસ સુધી જ મુહુર્ત જેટલું ઘટતું જાય છે અને તેટલી જ રાત વધતી જાય છે. એટલામાં દક્ષિણાયન
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org