________________
૫૦૪
- સ્થાનાંગસમવાયાંગ: ૨ એક વખત ઉપર પ્રમાણે ૧૮૪ મંડલ કરીને પાછા બને સૂર્યો જે ક્રમે મેરુથી અંતરિક્ષેત્ર વધાર્યું હતું તે જ ક્રમે અંતર ઘટાડતા ઘટાડતા સ્વસ્થાને તે જ પ્રમાણે ૧૮૪ મંડલ કરીને પહોંચી જાય છે. સર્વાત્યંતર મંડલથી જ્યારે સૂર્યો સર્વબાહ્ય મંડલ તરફ ગતિ કરતા હોય, ત્યારે દક્ષિણાયન કહેવાય છે. અને સર્વબાહ્યમડલથી સભ્યતર મંડલમાં ગતિ કરતા હોય છે, ત્યારે ઉત્તરાયણ કહેવાય છે. ૬ માસમાં ઉત્તરાયણ અને છ માસમાં દક્ષિણાયન પૂરું થાય છે. આ પ્રમાણે એક વર્ષમાં સૂય અંદરથી બહાર અને બહારથી અંદર પાછા સ્વસ્થાને આવી જય છે. દક્ષિણાયન વખતે દિનમાન ઘટે છે અને રાત્રીએ લાંબી થતી જાય છે. ઉત્તરાયણમાં તેથી ઊલટું છે. ૬. ૬૦ મુહુર્ત -
જંબુદ્વીપમાં બે સૂર્ય છે. તેમાંના પ્રત્યેક વારાફરતી ભારતમાં ઉદય પામે છે. પ્રથમ દિવસે ભારતમાં જે 4 સૂર્યનો ઉદય હોય છે, તેનો જ બીજે દિવસે ઉદય નથી હોતો પણ બીજા ૨ સૂર્યને ઉદય હોય છે. અને ત્રીજે દિવસે પાછે વે ને થતાં પ્રથમના મ નો થાય છે. એરવત વિષે - પણ આ જ વ્યવસ્થા છે. આનું કારણ એ છે કે, મેરુની સંપૂર્ણ પ્રદક્ષિણા કરતાં, જેને મંડલ કહેવામાં આવે છે, પછી તે નાનું હોય કે મેટું, ૬૦ મુહૂર્ત (૪૮ કલાક) લાગે છે. એટલે પ્રત્યેક સૂર્ય સ્થાને ત્રીજે દિવસે પહોંચે છે. તેથી વચલા દિવસમાં બીજા રસૂર્યનો ઉદય થાય છે. ૭. સૂર્ય કેટલા દૂર દેખાય:
સર્વ બાહ્યમંડલ લવસમુદ્રમાં છે. એ મંડલની પરિધિ ૩૧૮૩૧૫ જન પ્રમાણ છે. એટલે ૬૦ મુહૂર્તમાં સૂર્ય આટલા જન પ્રમાણ પરિભ્રમણ કરે છે. જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડલમાં પરિભ્રમણ કરતો હોય, ત્યારે દિનમાન બાર મુહૂર્ત હોય છે. નિયમ એવો છે કે સૂર્ય દિવસમાં (ઉદયથી– અસ્ત સુધીમાં) જેટલા જન પ્રમાણ ક્ષેત્રમાં ભ્રમણ કરતા હોય, તેનાથી અર્ધા યોજન પ્રમાણ દૂર હોય તે તે દેખાય છે. એટલે પ્રથમ એ પ્રમાણ કાઢવું જોઈએ કે તે એક મુહુર્તમાં કેટલા જન પ્રમાણ ક્ષેત્રમાં ભ્રમણ કરે. ૬૦ મુહર્તમાં તે ૩૧૮૩૧૫ યોજન પ્રમાણ ભ્રમણ કરે, તો એક મુહૂર્તમાં પ૩૦૫ જન પ્રમાણ ભ્રમણ કરે. હવે જે તે એક મુહૂર્તમાં પ૩૦૫ યોજન પ્રમાણ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org