________________
૬. દેવનિકાય
૫૦૩ અને શુકલપક્ષમાં પ્રતિદિન ક્રમશઃ આવરણ છોડતું જાય છે. આ પ્રમાણે ચંદ્રની હાનિ અને વૃદ્ધિ થતી રહે છે.
ચંદ્રના ૯૩૧ ભાગ કાલ્પતાં તેમાંથી એક ભાગનું તો કદી આવરણ થતું જ નથી. બાકીના ૯૩૦ ભાગમાંથી ક્રમશઃ પ્રતિદિન ૬૨-૬૨ ભાગનું કૃષ્ણપક્ષમાં રાહુના વિમાનથી આવરણ થાય છે. આ પ્રમાણે ૧૫ દિવસમાં ૬૨ ૪ ૧પ = ૯૩૦ ભાગને આવરિત કરી લે છે ત્યારે અમાસ થાય છે. પછી ક્રમશ: ૬૨-૬૨ ભાગનું શુકલપક્ષમાં આવરણ હટે છે. આ રીતે ૧૫ દિવસમાં બધા ભાગનું આવરણ દૂર થઈ પૂર્ણિમાના દિવસે ચંદ્ર નિરાવરણ થઈ પૂર્ણ પ્રકાશે છે.
૫. સૂર્યમંડલઃ
જંબુદ્વીપમાં મેરુ પર્વતની પશ્ચિમે ૪૪,૮૨૦ યોજન દૂર એક સૂર્ય છે જે ભરતસૂર્ય કહેવાય છે; અને તેટલે જ દૂર પૂર્વમાં પણ બીજે સૂર્ય છે જે ઐરાવત સૂર્ય કહેવાય છે. બંને સૂર્યો ભેરુથી ડું-થોડું અંતર વધારતાં મેરુની પ્રદક્ષિણા કરે છે. તે એવી રીતે કે ભરતસૂર્ય દક્ષિણ દિશામાં થઈ પશ્ચિમે જાય છે અને એરવતસૂર્ય પશ્ચિમથી ઉત્તરમાં થઈ પૂર્વમાં જાય છે. આ પ્રમાણે બન્ને સૂર્યની અર્ધપ્રદક્ષિણાથી જે લગભગ ગોળાકાર રેખા થાય, તે એક મંડલ કહેવાય. ત્યાર પછી બન્ને સૂર્ય બીજા મંડલની રચના કરે છે. તે એવી રીતે કે ભરત સૂર્ય (જેને હવે એરવત સૂર્ય કહે જોઈ એ; કારણ તેને ઉદય એરવતમાં હતો) પશ્ચિમથી ઉત્તરમાં થઈ પૂર્વમાં આવે છે અને ઐરાવત સૂર્ય (જેને હવે ભરતમાં ઉદયને કારણે ભરત સૂર્ય કહેવો) પૂર્વમાંથી દક્ષિણમાં થઈને પશ્ચિમે આવે છે. આ જ પ્રમાણે અને સૂર્યો મેરુથી ઉત્તરોત્તર અંતર વધારતાં વધારતાં બધાં મળી ૧૮૪ મંડળે કરે છે. આમ ૧૮૪ મું મંડલ જ્યારે પૂરું થાય છે, ત્યારે તેમનું મેરુથી ૪૫૩૩૦Ú જન અંતર થાય છે. એટલે તેમનું સર્વ મળી (૪૫૩૩૦ -૪૪૮૨૦ = ૧ર્ફે) પર્ફે યોજન પ્રમાણ ભ્રમણક્ષેત્ર છે. તેમાંથી માત્ર ૧૮૦ યોજન પ્રમાણ જંબુદ્વીપમાં છે અને બાકીના ૩૩૦૬ લવણસમુદ્રમાં છે. જંબુદ્વીપના ૧૮૦ યોજન પ્રમાણ ક્ષેત્રમાં માત્ર ૬૫ સૂર્યમંડલો થાય છે; અને બાકીનાં ૧૧૯ મંડલ લવણસમુદ્રમાં થાય છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org