________________
૫૦૨
સ્થાનાંગલ્સમવાયગઃ ૨ ૨. દક્ષિણાઈ–ઉત્તરાર્ધ ચંદ્ર –
મનુષ્યક્ષેત્ર જે ૪૫ લાખ યોજન પ્રમાણ છે, તેમાં બધા મળી ચંદ્ર ૧૩ર અને સૂર્ય પણ ૧૩ર છે. તે આ પ્રમાણે –
જંબુદ્વીપમાં ૨ ચંદ્ર અને ૨ સૂર્ય લવણસમુદ્રમાં ૪ ચંદ્ર અને ૪ સૂર્ય ધાતકીખંડમાં ૧૨ ચંદ્ર અને ૧૨ સૂર્ય કાલેદસમુદ્રમાં ૪૨ ચંદ્ર અને ૪૨ સૂર્ય પુષ્કરાર્ધમાં ૭૨ ચંદ્ર અને ૭ર સૂર્ય
૧૩૨ ૧૩૨ એટલે મનુષ્ય ક્ષેત્રના દક્ષિણાર્ધમાં તેના અડધા ૬૬ ચંદ્ર અને ૬૬ સૂર્ય છે. અને તેટલા જ મનુષ્યક્ષેત્રના ઉત્તરાર્ધમાં છે. જ્યારે ઉત્તરાર્ધના દક્ષિણાર્ધમાં આવે છે, ત્યારે દક્ષિણાધના ઉત્તરાર્ધમાં જાય છે, એટલે હંમેશાં બને ભાગોમાં ૬૬ ચંદ્ર અને તેટલા જ સૂર્યનો પેગ રહે છે. ૩. સૂર્યતાપના ૧૯૦૦ એજન –
આ ૧૯૦૦ પેજન આ પ્રમાણે –સૂર્ય સ્વસ્થાનથી ઉપર એક જન પ્રકાશ ફેલાવી શકે છે અને સ્વસ્થાનથી નીચે ૧૮૦૦ જન. સમભૂતલા અને સૂર્યનું અંતર ૮૦૦ યોજન થાય છે, એટલે એ ૮૦૦ ગણતાં બાકીના એક હજાર જન પશ્ચિમ મહાવિદેહની જગતીની પાસેના દેશની અપેક્ષાએ સમજવા જોઈએ. કારણ, જંબુદ્વીપમાં પશ્ચિમ મહાવિદેહમાં વિજયદ્વાર તરફ જમીન ક્રમશ: નીચી થતી જાય છે અને લવણસમુદ્ર પાસે છેક તેનું નીચાણ એક હજાર યોજન થઈ જાય છે. એટલે તે ભૂમિની અપેક્ષાએ સૂર્યપ્રકાશ સર્વ મળી ૧૯૦૦ એજન પ્રમાણ ફેલાય છે. જંબુદ્વીપ સિવાયના બીજા દ્વીપમાં સૂર્ય સ્વસ્થાનથી ઉપર ૧૦૦ ોજન અને સ્વસ્થાનથી નીચે ૮૦૦ જન પ્રકાશ આપે છે; કારણ, બીજા દ્વીપમાં જમીન સમ રહે છે; નીચી-ઊંચી થતી નથી. ૪. ચંદ્રની વધઘટના ભાગ -
ચંદ્રની નીચે કૃષ્ણ રાહુ વિમાન આવેલું છે. એને પેગ ચંદ્ર સાથે નિરંતર હોય છે. તેને અને ચંદ્રને માત્ર ચાર આંગળનું અંતર રહે છે. આ રાહુ વિમાન ચંદ્રના અમુક ભાગને કૃષ્ણ પક્ષમાં પ્રતિદિન આવરે છે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org