________________
૫. જીવ વિષે વિવિધ ૭. સાતમા આવાસમાં તે સવો છે જે આકાયાનચાયતનને પણ અતિક્રમીને “અનંત વિજ્ઞાન છે” એવા વિજ્ઞાણાનંચાયતનને પ્રાપ્ત થયા છે.
૮. આઠમા આવાસમાં તે સો છે જેઓ “કાંઈ પણ નથી” એવા અકિંચાયતનને પ્રાપ્ત છે.
૯. નવમા આવાસમાં તે સર્વે છે જે નેવન્નાનાસાયતનને પ્રાપ્ત છે. ૮૦ કિયાવાદી વગેરે –
ક્રિયાવાદીના ૧૮૦ ભેદ છે, અક્રિચાવાદીના ૮૪ છે, અજ્ઞાનવાદીના ૬૭ અને વનયિકના ૩ર છે – આ બધા મળી ૩૬૩ ભેદે છે.
ક્રિયાવાદીના ૧૮૦ ભેદ આ પ્રમાણે ગણવામાં આવે છે –
૧. જીવ, ૨. અજીવ, ૩. આશ્રવ, ૪. સંવર, પ. બન્ધ, ૬. નિજ રા ૭. પુણ્ય, ૮, પાપ, અને ૯, મોક્ષ. આ નવે પદાર્થોનું અસ્તિત્વ સ્વતઃ કે પરતઃ એવા બે વિકલ્પ તથા તે નવે પદાર્થોનું અસ્તિત્વ નિત્યરૂપ કે. અનિત્યરૂપે એવા બે વિકલ્પ સંભવે; પછી એ નવે પદાર્થનું અસ્તિત્વ કાલ, ઈશ્વર, આત્મ, નિયતિ અને સ્વભાવ એવા પાંચ કારણોના વિકલ્પ સંભવે – આ બધા વિકલ્પોની પરસ્પર પેજના કરતાં ૯૪૨ ૪૨૪૫= ૧૮૦ ભેદે મળી આવે છે. કેઈ જીવ વિષે આમ કહે કે
૧. જીવ સ્વત: નિત્ય કાલને કારણે છે – આનો અર્થ એ થાય કે જીવ છે તો એક સ્વતંત્ર પદાર્થ; તે હૃસ્વ કે દીર્ધ જેમ સાપેક્ષ નથી; એટલે કે દીધ જોયું હોય તો જ બીજાને હૃસ્વ કહી શકાય છે તેમ જીવેતર જોયું હોય તો જ જીવનું ભાન થઈ શકે અન્યથા નહીં- એમ માનવાને કારણ નથી. વળી તે નિત્ય છે. કાલવાદીને મતે બધું કાલાશ્રયી હોવાથી જીવ પણ કાલને કારણે જ અસ્તિ કહી શકાય. આ મક્તવ્ય કાલવાદીનું છે.
૨. પણ તેમાં જ ફેરફાર કરીને ઈશ્વરવાદી હશે તે આ પ્રમાણે કહેશે– જીવ સ્વતઃ નિત્ય છે ઈશ્વરને કારણે. ઈશ્વરવાદી કાલ નહિ માનતાં ઈશ્વરને જ બધી વસ્તુના અસ્તિત્વમાં કારણ માને છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org