________________
સ્થાનાંગલ્સમવાયાંગ ૨ અને સુધમ અને ઈશાનના દેવેની મારણાનિક તિજસ અવગાહનાની લંબાઈ જઘન્યથી આંગળને અસંખ્યાતમો ભાગ, જે તેઓ સ્વસ્થાને જ પૃથ્વી આદિરૂપે ઉત્પન્ન થવાના હોય; અને ઉત્કૃષ્ટથી નીચી દિશામાં ત્રીજા નરક સુધી, તીરછી દિશામાં સ્વયંભૂરમણ સમુદ્રની બહારની વેદિકા સુધી, અને ઊંચે ઇષપ્રાનારા પૃથ્વી સુધી – કારણ ત્યાં તેઓ પૃથ્વીકાયાદિમાં ઉત્પન્ન થવા યોગ્ય છે. સનકુમારથી સહસ્ત્રાર સુધીના વૈમાનિક દેવેની – જઘન્યથી આંગળને અસંખ્યાત ભાગ – તેઓ પુષ્કરિણીમાં સ્નાન કરવા પડ્યા હોય અને મરીને તેમાં જ માછલા રૂપે થાય તે; ઉત્કૃષ્ટથી નીચી દિશામાં મહાપાતાલના કલશ સુધીની, તીરછી દિશામાં સ્વયંભૂરમણ સમુદ્ર સુધીની, અને ઊંચી દિશામાં અય્યત દેવલોક સુધીની છે. આરણથી અય્યત સુધીના દેવની મારણાતિક તેજસ અવગાહના – જન્યથી આગળના અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી નીચી દિશામાં અલકના ગ્રામ સુધી, તીરછી દિશામાં મનુષ્યક્ષેત્ર પ્રમાણ અને ઊંચી દિશામાં અશ્રુત સુધીની.
૭. આવાસ વિષે –
અંગુત્તર નિકાયમાં નવા સત્તાવાસ માન્યા છે અને તેમાં સર્વ જીવોને વિભક્ત કરી દીધા છે.
૧. પ્રથમ સત્તાવાસમાં નાના પ્રકારની કાચ અને સંજ્ઞાવાળા – કેટલાક મનુષ્ય, કેટલાક દે અને કેટલાક વિનિપાતિકને સમાવેશ છે.
૨. બીજા આવાસમાં નાના પ્રકારની કાચવાળા પણ સરખી સંજ્ઞાવાળા બ્રહ્મકાયિક દેવ છે.
૩. ત્રીજા આવાસમાં સરખી કાયવાળા પણ નાના પ્રકારની સંજ્ઞાવાળા આભાસ્વર દે છે.
૪. ચોથા આવાસમાં એક જેવી કાય અને સંજ્ઞાવાળા શુભકૃષ્ણ દે છે.
પ. પાંચમ આવાસમાં અસંજ્ઞી અને અપ્રતિસંવેદી એવા અસંશસર્વ દેવો છે.
૬. છઠ્ઠા આવાસમાં રૂપસંજ્ઞા, પટિઘસંજ્ઞા, અને નાનાભસંજ્ઞાથી આગળ વધીને જેઓ “આકાશ અનંત’ છે એવા આકાશાનંચાયતનને પ્રાપ્ત થયેલા છે, તેવા સો છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org