________________
૫. જીવ વિષે વિવિધ આકાર વિવિધ પ્રકાર છે. દેવોના ભવધારગીચ વક્રિયને આકાર સમચતુરસ્ત્ર છે અને ઉત્તર વક્રિયને નાના પ્રકારે છે.
વિક્રિયની અવગાહના આ પ્રમાણે – જધન્યથી આંગળને અસંખ્યાતમે ભાગ અને ઉત્કૃષ્ટથી એક લાખ એજનથી વધારે. તેમાં વાયુના વિયિની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ આંગળને અસંખ્યાત ભાગ જ છે. નારકના ભવધારણીયની જઘન્ય આંગળને અસંખ્યાતમે ભાગ અને ઉત્કૃષ્ટથી આગળ જણાવ્યા પ્રમાણે. તેમના ઉત્તર વક્રિયની જઘન્યથી આંગળનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી પોતપોતાના ભવધારણીયથી બમણી. પંચેન્દ્રિય તિયચના વૈયિની ઉત્કૃષ્ટ ૯૦૦ જિન, મનુષ્યની એક લાખ યોજનથી વધારે અને દેવેનું ઉત્તર વૈક્રિય એક લાખ યોજન ઉત્કૃષ્ટ છે, અને ભવધારણીય આગળ જણાવ્યા પ્રમાણે.
૬. તિજસની અવગાહના ઈ–
અહીંયાં અવગાહનાના સામાન્ય પ્રશ્નોત્તર પછી એકેન્દ્રિાદિ બધા છની મારણાંતિક સમુધાત વખતની તિજસ શરીરની અવગાહના પણ સમજી લેવાની છે; તે આ પ્રમાણે – એકેન્દ્રિયની જાડાઈ અને પહોળાઈમાં તે સ્વશરીરપ્રમાણ અને લંબાઈમાં જઘન્ય આંગળને અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટ ઊંચે અને નીચે લેકાત સુધીની. આ ઉત્કૃષ્ટ અવગાહના જે જીવ લોકના એક છેડે હોય અને બીજા છેડે ઉત્પન્ન થવાનો હેચ તેની અપેક્ષાએ સમજવી. દ્વિ-ઈન્દ્રિયાદિ જોની લંબાઈમાં તિબ્લોકથી માંડી લોકાંત સુધીની છે; કારણ સામાન્ય રીતે દ્વિ–ઇન્દ્રિયાદિ છે તીરછા લોકમાં જ હોય છે, અને ત્યાં રહ્યા બારણાંતિક સમૃઘાત કરે છે. નારકની જન્યથી હજાર યોજન લાંબી છે; કારણ જે નારક પાતાલકલશની હજાર યોજન દિવાલ ભેદીને તેમાં માછલારૂપે ઉત્પન્ન થવાને હોય, તે તેને તિજસ શરીરની અવગાહના હજાર યોજન જેવડી લાંબી કરવી પડે છે. અને નાકની ઉત્કૃષ્ટ અવગાહનાની લંબાઈ નીચે સાતમા નરક સુધી, જેને સાતમા નરકમાંથી સમુદ્રમાં માછલારૂપે ઉત્પન્ન થવાને હેય; અને તીરછી દિશામાં સ્વયંભૂરમણ સુધી, જે તે ત્યાં માછલારૂપે થવાનો હોય તો; અને ઊંચી દિશામાં પંડકવન અને પુકારણું સુધીની છે, કારણ નારક તેમાં પણ ઉત્પન્ન થાય છે. મનુષ્યની મારણાનિક તિજસ અવગાહને લોકાત સુધીની છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org