________________
૪૨૨
સ્થાનાંગ સમવાયાંગ: ૨ ચારિકા, ગેપુરદ્વાર, દરવાજા, તોરણ, પ્રતિકાર એ બધું તે તે સ્થાનમાં આવ્યું છે. તથા તે ભવમાં ચારે તરફ ચન્દ્ર, મુશળ, સુંઢી અને શત ની ગોઠવવામાં આવ્યાં છે. તેમાં ૪૮ કઠાની રચના કરવામાં આવી છે. તેમાં ૪૮ જુદા જુદા વનખંડની રચના કરવામાં આવી છે. તેની જમીનને તથા દીવાલને લીંપીગૂંપી સુંદર બનાવવામાં આવી છે. તેમાં ગોશીષચંદન અને રક્તચંદનના થાપા સીડી પર દેવામાં આવ્યા છે. તેમાં કાલાગુરુ, શ્રેષ્ઠ કુદ્રુકો, તથા તુરુકના ધૂપથી ચારે તરફ વાતાવરણ મહેકી ઊઠેલ હોય છે. તે એટલાં બધાં સુગંધી દ્રવ્યોથી વ્યાપ્ત છે કે જાણે કઈ ઘનીભૂત સુગંધી દ્રવ્ય જ સ્વયં હોય તેવાં થઈ ગયાં છે. તે બધાં ભવને સ્વચ્છ છે, સ્લણ છે, સ્નિગ્ધ છે, વૃષ્ટ છે, મુષ્ટ છે, નીરજ છે, નિમલ છે, વિતિમિર છે, વિશુદ્ધ છે, પ્રભાવાળાં છે, રશ્મિવાળાં છે, પ્રકાશવાળાં છે, પ્રસાદ કરે તેવાં છે, દશનીય છે, અભિરૂપ છે, રમણીય છે, પ્રતિરૂપ છે.
બાકીના નાગકુમાર વગેરેનાં ભવનનું પણ આ જ પ્રમાણે વર્ણન સમજવું. તેમની સંખ્યા ઉપર બતાવી જ છે. દે. ૧૨-૧૬. સ્થાવરકાયના અસંખ્યાત આવાસ છે. દૃ. ૧૭–૧૯ કીનિદ્રય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયના પણ
અસંખ્યાત આવાસ છે. દં. ૨૦-૨૧. તિયચપંચેન્દ્રિય અને મનુષ્યના પણ અસંખ્યાત
આવાસ છે. દં૦ રર. ગૌત્ર – વાણુવ્યંતરના આવાસ કેટલા છે?
' ભ૦ – હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીના રત્નમય કાંડની પ્રથમ એક હજાર એજનની જે જાડાઈ છે, તેમાંથી ઉપર અને નીચેના એકેક સે યોજન જતાં વચ્ચેના ૮૦૦
જનપ્રમાણ ભાગમાં તિરછી દિશામાં વ્યતરના ભૌમેય
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org