________________
४०४
સ્થાનાંગસમવાયાંગ: ૨ અહીં તૈજસની અવગાહનાનું વર્ણન પણ સમજી લેવું.
ગ. – રૈવેયકનો દેવ મારાન્તિક સમુદ્રઘાત કરે ત્યારે તેના તૈજસ શરીરની કેટલી અવગાહના હોય?
ભ૦ – પહોળાઈ અને જાડાઈની અપેક્ષાએ શરીરપ્રમાણુ હેય છે; પણ આયામ (લંબાઈ)ની અપેક્ષાએ જઘન્યથી અલકમાં વિદ્યાધરબ્રણ સુધી અને ઉત્કૃષ્ટ અલોકના ગ્રામે સુધી, તથા ઊદવલોકમાં પિતાના વિમાન સુધી, અને તિર્યંગદિશામાં મનુષ્યક્ષેત્ર સુધીની અવગાહના છે. અનુત્તરપપાતિક દે વિષે પણ પ્રવેયક જેમ જ સમજી લેવું. કામણ વિષે પણ તેજસ જેમ જ સમજી લેવું.
- સમ. ૧૫૨] (૧) જંબુદ્વીપના ભરતૈરવત વર્ષની અતીત ઉત્સર્પિણી, વર્તમાન અવસર્પિણી અને આગામી ઉત્સર્પિણીના સુષમસુષમા આરામાં મનુષ્યની અવગાહના ત્રણ ગાઉ અને આયુ ત્રણ પલ્ય છે.
(૨) તે જ પ્રમાણે જંબુદ્વીપના દેવકુરુ અને ઉત્તરકુરુના મનુષ્યો વિષે.
(૩) તે જ પ્રમાણે ધાતકીખંડના મનુષ્ય વિષે. (૪) તે જ પ્રમાણે પુષ્કરાઈના મનુષ્ય વિષે.
[–સ્થા૧૪૩] (૧) જમ્બુદ્વીપના ભરતૈરવત વર્ષની અતીત ઉત્સર્પિણી, વર્તમાન અવસર્પિણી અને આગામી ઉત્સર્વિણના સુષમસુષમા આરામાં મનુષ્યની ૬૦૦૦ ધનુષ ઊંચાઈ અને આયુ ૬ અડધા પલ્ય (ત્રણ પલ્ય) સમજવું.
૧. નિયમ એવો છે કે જેવડું ઔદારિક કે વૈક્રિય હેય, તેવડું જ તિજસ અને કામણ હેચ.
૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૬.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org