________________
૪૦૪
. ૫. છવ વિષે વિવિધ ગૌત્ર – તેમાં પણ પર્યાપ્તને હેાય છે કે અપર્યાપ્તને પણ?
ભ૦ – માત્ર પર્યાપ્તને જ હોય છે.
ગી. – પર્યાપ્તમાં પણ શું સમ્યગ્દષ્ટિ, સમ્યમિથ્યાદષ્ટિ કે મિથ્યાષ્ટિને તે હોય છે?
ભ૦ – સમ્યગ્દષ્ટિ સંખ્યામવર્ષાયુષી કર્મભૂમિજ ગભજ મનુષ્યને હોય છે; બીજાને નથી હોતું.
ગૌત્ર – સમ્યગ્દષ્ટિમાં પણ સંયત, અસંયત કે સંયતાસંયતને હોય છે?
ભ૦ – સંયતને જ હોય છે; બીજાને નથી હોતું.
ગ. – સંયતમાં પણ શું પ્રમત્તને હોય છે કે અપ્રમત્ત સંયતને?
ભાવ-પ્રમતસંવતને હોય છે.
ગૌત્ર – પ્રમત્ત સંયતમાં પણ ત્રાદ્ધિવાળા કે ઋદ્ધિવિનાનાને હેય છે?
ભ૦ – ઋદ્ધિવાળાને હોય છે. બીજાને નહિ.
એમ વાચના અહીં સમજવાની છે. આહારક શરીર સમચતુરસસંસ્થાનવાળું છે.
ગૌત્ર – આહારક શરીરની અવગાહના શી છે?
ભ૦ – જઘન્યથી એક હાથથી કાંઈક ઓછું અને ઉત્કૃષ્ટ પૂરો હાથ.
ગૌત્ર – તેજસ શરીરના કેટલા પ્રકાર છે?
ભ૦ – પાંચ પ્રકારનું છે – એકેન્દ્રિયનું યાવતું પંચે. ન્દ્રિયનું.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org