________________
સ્થાનાંગન્સમવાયાંગઃ ૨ ૧. મનુષ્ય ૨. તિર્યંચ પંચેન્દ્રિય. (૨) ભવસ્થિતિ બને છે –
૧. દેવ; ૨. નારક. $ આયુ બે પ્રકારનું છે –
૧. અદ્ધાયુ [અર્થાત્ ભવ ચાલ્યો જાય છતાં જે ટકી રહે તેવું આયુ]
૨. ભવાયુ [ અર્થાત્ ભવ પૂરો થતાં પૂરું થઈ જતું!. (૧) અદ્ધાયુ બને છે – ૧. મનુષ્ય; ૨. પંચેન્દ્રિય તિર્યચ. (૨) ભવાયુ બેને છે –
૧. દેવ; ૨. નારક. હું બે યથાયુનું પાલન કરે છે —
૧. દેવ; ૨. નારક.
૧. આ સૂત્ર પણ ઉપર જેવું જ સમજવું. બીજા મનુષ્ય વગેરેની ભવસ્થિતિને નિષેધ કરવાનું અહીં તાત્પર્ય નથી. પછીનાં અધાયુ અને ભવાયુની બાબતમાં પણ તેમ જ સમજવું. - ૨. જેમકે, એક મનુષ્યભવ પૂરે થાય ત્યાર પછી ફરી મનુષ્ય થવાને હોય તો તેનું મનુષ્યાયુ પૂરું નથી થતું. આની સરખામણી કાયસ્થિતિ સાથે કરી શકાય.
૩. જેમકે, દેવભવમાં દેવાયુ ભેગવવાનું હોય, તે દેવભય પૂરો થતાં પૂરું થઈ જાય. તે જીવ તરત ફરી દેવ થતો ન હોવાથી દેવાયુ ભવાન્તરમાં ચાલુ રહેતું નથી.
૪. અહીં માત્ર દેવનારકને જ ગણાવ્યા છે; કારણ કે આ બીજા સ્થાનનું સૂત્ર છે, એમ ટીકાકાર ખુલાસે કરે છે. બાકી તો એ બે સિવાયનાને પણ આવું આયુ-પાલન હોય છે. જેમકે, અસંખ્ય વર્ષાયુવાળા તિર્યંચ અને મનુષ્ય, ઉત્તમ પુરુષો અને ચરમશરીરી..
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org