________________
૩. જીવપરિણામે ૪. મિશ્રજાત-બનાવતી વખતે સાધુ અને પિતા-બને માટે સાથે બનાવવાથી લાગતો દોષ.
૫. સ્થાપના –-સાધુને માટે બનાવ્યું છે, પણ પિતાનાં ખાવાનાં વાસણમાં રાખી મૂકે અને પછી વહોરાવે છે.
૬. પ્રાભૂતિકા- સાધુને મહેમાન તરીકે ગણી તેમને આહાર આપવાથી લાગતો દોષ.
૭. પ્રાદુષ્કરણ–દીવાને પ્રકાશ કરી સાધુને વહેરાવવાથી લાગતો દેશ. ૮. શીત-સાધુ માટે ખરીદીને વસ્તુ આપે. ૯. પ્રામિત્ય –સાધુ માટે ઉધારે લાવીને આપે.
૧૦. પરિવર્તિત–સાધુને આપવા માટે કઈ સાથે અદલબદલો કરીને વસ્તુ લાવવાથી લાગતે દોષ.
૧૧. અભ્યાહત-સાધુના સામે જઈ આપવાથી લાગતા દોષ. કારણ, નિયમ પ્રમાણે સાધુ ઘરઘર ગોચરી કરવા નીકળે ત્યારે ઘરે આપવું જોઈએ.
૧૨. ઉભિન્ન–છાંદેલી, ઢાંદેલી કે બંધ કરેલી વસ્તુને છાંદણ તોડી, ઉઘાડીને આપવાથી લાગતો દેશ.
૧૩. માલ પહુત–મેડી, ભેંયરું કે શીકું –એમાંથી લાવીને સાધુને આપવાથી લાગતા દોષ.
'૧૪. આચ્છિ– કોઈ પાસેથી આંચકીને સાધુને આપવાથી લાગતો દોષ.
૧૫. અનિસૃષ્ટ– પિતે એકલો માલિક ન હોય તેવી વસ્તુ બીજાને પૂછડ્યા વિના આપવાથી લાગતા દોષ.
૧૬. અગ્રવપૂરક – સાધુનું આવવું સાંભળી, રસોઈમાં વધારો કરવાથી લાગતો દેષ. ૨૦ઃ ઉત્પાદન દેશે -
ઉત્પાદન – સંપાદન -શ્રાવક પાસેથી મેળવવું–તેથી સાધુને લાગતા દે-એ પણ સેળ છે:–
૧. ધાત્રી – બાળકને ધવરાવનાર, સ્નાન કરાવનાર, વસ્ત્ર પહેરાવનાર, રમાડનાર અને ખેાળામાં બેસાડનાર- આ પાંચ પ્રકારની ધાવમાતા જેવું કામ કરીને ભિક્ષા લેવાથી લાગતો દોષ.
૨. દૂતિ–દૂતકર્મ કરી આહાર લેવાથી લાગતો દેષ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org