________________
૩૩૮
સ્થાનાંગ-સમવાયાંગ: ૨
તેના અર્થ'થી કામ ચલાવે, નયવિચારણા ન કરે.—જીએ — આવય ક નિયુક્તિ મ॰ ગા૦ ૭૬૦ થી. વિશેષાવશ્યક ગા૦ ૨૬૭૫થી.
પ્રસ્તુત સૂત્રમાં સાત મૂલનયા ગણાવ્યા છે. આવી રીતે સાત મૂલનયા ગણાવવાની પરંપરા અનુયોગદ્વારમાં (૫૦ ૨૬૪) અને તદનુસારી આવશ્યક નિયુક્તિ (ગા॰ ૭૫૪) વગેરે ગ્રન્થામાં પણ છે. પણ આચાય ઉમાસ્વાતિ પાંચ મૂલનયા ગણાવે છે. તેમને મતે અંતિમ ત્રણ નય શબ્દનચમાં સામાવિષ્ટ છે. તત્ત્વા ના દિગમ્બર સૂત્રપાઠ પ્રમાણે મૂલ સાત નયેા જ મનાચા છે એ ધ્યાનમાં રાખવું જોઈએ. અને તદનુસારી સક્લ ટ્વિગબર પરપરામાં સાતને જ મૂલનયા માનવાની પરંપરા ચાલુ છે. આચાય સિદ્ધસેન વળી એક ત્રોજી પરપરા પાડે છે—તેમના મતે નગમ એ જીદ નથી પણ સંગ્રહ અને વ્યવહારમાં સમાવિષ્ટ છે.
જૈન આગમામાં જૂના કાળથી દ્રવ્યાર્થિ ક -પર્યાયાકિ, વ્યવહાર – નિશ્ચય, જ્ઞાન – ક્રિયા ઇત્યાદ્રિ રૂપે નયવિભાગ કરવાની પરંપરા પણ રહી છે. અને તે તે નયામાં આ સાતેને સમાવેશ કરવાની પરંપરા પણ .પ્રાચીન જ છે..
સાપેક્ષ નયવિચાર તે સત્નય છે. પણ બીજી દૃષ્ટિથી નિરપેક્ષ થઈને એકાંતથી વિચાર કરવા તે નયાભાસ છે. સકલ નયેાના સમૂહપ અનેકાંતવાદ છે. એ જ સ્યાદ્વાદ પણ કહેવાય છે. અહીં ગણાવેલા સાતે નયાના સ્વરૂપ વિષેજીએ તત્ત્તા'નુ' વિવેચન. ૧, ૩૪, ૩૫.
૧૯, ઉદ્દગમ દોષો
ઉદ્ગમ એટલે પિડ–ભેાજનની ઉત્પત્તિ. તત્સંબધી આધાકમ વગેરે ૧૬ દોષો. આ દેષા શ્રાવકથી થાય છે, જેથી સાધુને આહાર એકપ્ચ બની જાય છે :—
૧. આધાકમ —સાધુ માટે રાંધવું-અગર કાંઈ સચિત્ત હોય તેને અચિત્ત કરવું તે.
ર. ઔદેશિક—મુનિને આપવું છે એવા અભિપ્રાયથી તૈયાર ભેાજનને સસ્કાર આપે તે.
૩. પ્રતિક ~ શુદ્ધ આહારમાં આધાક દોષયુક્ત આહાર ભેળવીને સાધુને આપા--તેથી લાગતા દોષ. અથવા આધાકમી આહારથી ખરડાયેલી કડછીથી શુદ્ધ આહાર વહેારાવે તે પણ આ દોષ લાગે.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org