________________
૩. જીવપરિણામે
૩૩૫ ૧૬. અાદિક નિહનવ
જીવ અને કર્મને બંધ નહિ, પણ સ્પર્શ માત્ર થાય છે એવું માનનારા આ મતની ઉત્પત્તિ આમ બતાવી છે. – દશપુર નગરમાં જ્યારે આર્ય રક્ષિતનું મૃત્યુ થયું અને આચાર્ય શ્રી દુર્બલિકા પુષ્પમિત્ર ગણનું પરિપાલન કરતા હતા, તે વખતે તે ગણમાં ગઠામાહિલ નામને એક સાધુ પણ હતો. એક વખત આચાર્ય વિધ્ય નામના સાધુને કર્મપ્રવાદ નામના પૂવને કમબન્ધાધિકાર ભણાવતા હતા. તેમાં એવી વાત આવી કે કઈ કમ માત્ર જીવને સ્પર્શ જ કરી ખરી પડે છે તેની સ્થિતિ વધારે કાળની નથી હતી; જેમ કેઈ સૂકી ભીંત પર કેરી ભૂકી ભભરાવીએ ને તુરત ખરી જાય તેમ; કેઈ કર્મ બંધાય છે અને સ્પર્શ પણ પામે છે ને તત્કાલ નહિ પણ કાલાન્તરે ખરી જાય છે– ભીની ગારવાળી ભીંતમાં જેમ ચૂનાનું પાણી; કઈ કર્મ બદ્ધ હોય છે, સ્પષ્ટ હોય છે અને નિકાચિત હોય છે તે જીવની સાથે એકત્વને પામી જઈ કાલાન્તરમાં વેદાય છે; જેમ લોઢાના સળિયા. ગરમ કરી ટીપવામાં આવે તો એકરૂપ થાય તેમ. આ સાંભળીને તરત ગોષ્ઠામાહિલ બેલ્યો –“ એમ જ હોય તે પછી જીવ અને કર્મ કદી જુદાં ન પડવાં જોઈએ, કારણ તેઓ એકરૂપ થઈ ગયેલાં હોય છે. અને જો આમ થાય તે કર્મબંધવાળાને કદી મેક્ષ થવો ન જોઈએ. એટલે ખરી રીતે જીવ અને કર્મને બંધ જ ન માન જોઈ એ; પણ જીવ અને કર્મને માત્ર સ્પર્શ જ માનવો જાઈએ.” આચાર્યો તેને સમજાવ્યું પણ તે સમજે જ નહિ, એટલે તેને સંઘબહાર કર્યો.
આ ઘટના ૫૮૪ વીરનિર્વાણમાં બની છે. ૧૭. અક્રિયાવાદી -
પ્રસ્તુતમાં જિનદષ્ટિને ન માનનારા તે અક્રિચાવાદી કહેવાય છે. પણ તેને સામાન્ય અર્થ જે બૌદશાસ્ત્રમાં પણ પ્રસિદ્ધ છે તે એ છે કે જેને મતે પુણ્ય-પાપની તથા બંધ મોક્ષની વ્યવસ્થા ન હોય તે અક્રિયાવાદી કહેવાય છે. નાસ્તિક એ શબ્દ પણ અક્રિયાવાદીને સૂચવે છે. ભગવાન બુદ્ધ અપેક્ષાવિશેષથી પિતાને ક્રિયાવાદી તેમ જ અક્રિયાવાદી કહ્યા છે–અંગુત્તર૦ ૨.૪.૩. વિશેષ વિવરણ માટે જુઓ સૂત્રકૃતાંગ ૧. ૧૨; ભગવતી શ૦ ૩૦, ઉ. ૧, પૃ. ૫૭૦.
(૧) એકવાદીઃ જેઓ અદ્વૈતને માને છે પછી તે બ્રહ્માત હોય કે આત્માદ્રત – તે એકવાદી કહેવાય છે. આગળ ઉપર તે આ અહેતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org