________________
૩૩૪
સ્થાનાંગસમવાયાંગ: ૨ ૧૫. રાશિક નિહનવઃ
છવ, અજીવ અને નજીવ એવી ત્રણ રાશિને માનનારા તે રાશિક. આ મતની ઉત્પત્તિ આમ બતાવવામાં આવી છે:- દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય આ છ પદાર્થોની પ્રરૂપણા કરનારે, અને ગોત્રથી કૌશિક-ઉલૂક હેવાથી પડુલૂક કહેવાતે પણ જેનું ખરું નામ રહગુપ્ત હતું એ આ મતને પ્રરૂપક મનાય છે. એક વખત એ અંતરંજીકા નામની નગરીમાં ભૂતગુહા નામના વ્યંતરાયતનમાં રહેતા પિતાના ગુરુ શ્રીગુપ્તને વંદવા બીજા ગામથી આવતો હતો. રસ્તામાં તેણે પ્રવાદીઓને જીતી લીધા અને આ બધી વાત પિતાના ગુરૂને કરી. વળી પાછો માયૂરી આદિ વિદ્યાને લઈ તે ગામના રાજા બલશ્રીની સામે પટ્ટશાલ નામના પરિવ્રાજકની સાથે વાદમાં ઊતર્યો. પિટ્ટશાલે જીવ અને અજીવ એવી બે રાશિની સ્થાપના કરી, ત્યારે તેની પ્રતિભાને ગોથું ખવરાવવા પિતે એક ત્રીજા નવ રાશિની પણ સ્થાપના કરી અને તે પરિવ્રાજકની બીજી વિદ્યાઓને પિતાની માયૂરી આદિ વિદ્યાથી પરાજય આપ્યો. આમ કરી તે પિટ્ટશલને જીતી પોતાના ગુરુની પાસે આવ્યો અને વાદની બધી હકીકત તેમને કરી. એટલે ગુરુએ આદેશ દીધું કે પાછો જા અને રાજસભામાં જઈ એટલું કહે – “રાશિત્રયનો સિદ્ધાંત એ સિદ્ધાંત નહિ પણ અપસિદ્ધાંત છે; પણ માત્ર વાદીના પરાભવ માટે જ મેં એ રાશિત્રયના સિદ્ધાંતની મારા બુદ્ધિબળે સ્થાપના કરી છે.” પણું એ તો અભિમાનમાં આવી ગયે, અને તેણે ગુરુને કહ્યું, કે એ અપસિદ્ધાંત નહિ પણ સાચો સિદ્ધાંત છે; છો તે પ્રસિદ્ધ છે સંસારી આદિ, અજીવ પણ ઘટાદિ પ્રસિદ્ધ છે, અને નજીવની સિદ્ધિ હું દષ્ટાન્તથી કરે છે. જેમ દંડના આદિ, મધ્ય અને અંત એમ ત્રણ ભાગ છે, તેમ સવ ભાવના પણ જીવ, અજીવ અને નજીવ એવા ત્રણ રાશિ છે. ગુરુએ ઘણું સમજાવ્યો પણ એ માન્યો જ નહિ. એટલે ગુરુ રાજસભામાં તેને લઈને ગયા અને રાજાની સમક્ષ કુત્રિકાપણમાંથી તેમણે જીવની યાચના કરી એટલે જીવ મળે; અજીવની યાચના કરી એટલે અજીવ મળે; પણ નજીવની યાચના કર્યા છતાં કશું મળ્યું નહિ. એટલે સભા સમક્ષ રાહગુપ્તનો પરાજય જાહેર થયો. એણે જ વિશેષિક સૂત્ર રચ્યાં છે. આ ઘટના વીરનિર્વાણ પ૪૪ની છે.
૧
જ્યાં બધું મળે તેવી દુકાન.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org