________________
૩. જીવપરિણામે કે તમે તે શ્રાવકે છે; તો પછી સાધુને કેમ મારો છે?” એટલે શ્રાવકોએ કહ્યું કે, તમારા જ મત પ્રમાણે જેણે દીક્ષા લીધી હતી તે અશ્વમિત્ર અને જેઓ શ્રાવક બનેલા તે–એ સૌ તે ક્યારના નષ્ટ થઈ ચૂક્યા; તમે અને અમે અત્યારે અન્ય જ છીએ. આ સાંભળી તેને પોતાના સિદ્ધાંતમાં રહેલી ભ્રાંતિ સમજાઈ અને તે ફરી સમ્યકત્વી થયો.
આ ઘટના ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૨૨૦ વર્ષે બની છે. ૧૪.કિય નિહુનાવઃ
એક જ સમયમાં બે ક્રિયાને અનુભવ થઈ શકે છે એવું માનનારા ક્રિય કહેવાય છે. આ મતની ઉત્પત્તિ આમ બતાવવામાં આવે છે –
આર્ય મહાગિરિને પ્રશિષ્ય અને ધનગુપ્તને શિષ્ય ગંગ એક વખત ઉલ્લકાતીર નામના નગરથી પોતાના આચાર્યને વંદન કરવા માટે શરદ
તુમાં નીકળે. વચ્ચે ઉલ્લુકા નદીમાં ચાલતાં માથાની તાલ પર સૂર્યના કિરણથી થતી ગરમી અને નીચે પગમાં પાણીથી થતી શીતળતાને અનુભવ કરતાં કરતાં તેને વિચાર થયો –સૂત્રમાં તે કહ્યું છે કે એક જ જાતની વેદના એક સમયમાં થાય છે– પછી તે શીત છે કે ઉષ્ણ. પણ એ તો પ્રત્યક્ષવિરુદ્ધ છે; કારણ હું શીત અને ઉષ્ણ બને પ્રકારની વેદના એક જ સમયમાં વેઠું છું.' આ વિચાર તેણે પોતાના ગુરુને જણાવ્યો. ગુરુએ કહ્યું–વાત એમ છે કે સમય અને મન એટલાં સૂક્ષ્મ છે કે તમે ભેદ નથી કરી શકતા. ખરી રીતે વેદનાને અનુભવ ક્રમશઃ જ થતો હોય છે. પણ ગંગને ગુરુની આ વાત રૂચી નહિ, તેથી અંતે ગુરુએ તેને બહિષ્કૃત કર્યો.
એક વખત રાજગૃહમાં મણિનાગ નામના નાગના ચિત્યમાં એ પિતાને સિદ્ધાંત સમજાવતો હતો; તેવામાં એ નામે આવીને કહ્યું – “હે દુષ, તું શું સમજે છે? ભગવાન મહાવીરે અહીં જ “એક સમયમાં બે ક્રિયાનું વેદન નથી થતું? એ સિદ્ધાન્તનું પ્રતિપાદન કર્યું હતું અને તું અહીં જ એનું ઉત્થાપન કરવા બેઠો છું? શું તું ભગવાનથી પણ હોશિયાર છે? છોડી દે તારા આ વાદને નહિતર હમણાં મારી નાખું છું.” આ સાંભળી ગંગ ભયભીત થઈ ગયા અને પોતાની વાતને જતી કરી પ્રાયશ્ચિત્ત કર્યું.
આ ઘટના ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૨૨૮ વર્ષે બની છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org