________________
૩૩૨
સ્થાનાંગ-સમવાયાંગ:૨
સાધુ નથી, તે પણ કદાચ સાધું જ હોય તેા મૃષાવાદ કહેવાય; માટે સાધુતાના નિશ્ચય થઈ શકે જ નહિ. બીજા સ્થવિરેએ તેમને સમજાવ્યું કે જેમ દેવના વચન પર વિશ્વાસ મૂકી તમે તેને દેવ માન્યા અને સાધુ ન માન્યા, તેમ ખીજે ઠેકાણે પણ કોઈના વચન પર વિશ્વાસ મૂકી પછી સાધુતા – અસાધુતાના નિશ્ચય થઈ શકે છે. પણ તેએ તે માન્યા જ નહિ, અને સધબહિષ્કૃત થઈ અવ્યક્તમતને પ્રચાર કરવા લાગ્યા. એક વખત રાજગૃહમાં બલભદ્ર રાજાએ ‘તેમને મારી નાખા’ એવા આદેશ કર્યો; એટલે, તેમણે રાજાને કહ્યું કે અમે તે। તિએ છીએ; તું શ્રાવક થઈને અમને કેમ મરાવી શકે? એટલે રાજાએ કહ્યું— વાત તે બરાબર છે; પણ હું જાણું કેવી રીતે કે તમે ચાર છે કે યુતિ?' આ સાંભળી તેમના પેાતાના સિદ્ધાન્ત વિષેના ભ્રમ દૂર થયા. આ મતના ધર્માંચા આષાઢને બતાવ્યા છે, તે તેના પ્રરૂપક તરીકે નહીં, પણ તેમાં તે નિમિત્ત બન્યા માટે,
આ ઘટના ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૨૧૪ વષે ખની છે. ૧૩. સાસુચ્છેદિક નિહ્નવઃ
જન્મ પછી તરત અત્યંત નાશ તે સમુચ્છે; આવા સમુચ્છેદને માને તે સામુચ્છેદિક કહેવાય. અર્થાત્ વસ્તુને ક્ષણક્ષયી માનનાર. આ મતની ઉત્પત્તિ આવી રીતે બતાવવામાં આવી છેઃ- મહાગિરિના પ્રશિષ્ય અને કાણ્ડિન્ટના શિષ્ય અશ્વમિત્ર અનુપ્રવાદ પૂર્વના અભ્યાસ કરતા હતા. તેમાં “ વમાન સમયના નારકો વિચ્છિન્ન થઈ જશે ચાવત્ વતમાન સમયના વૈમાનિકી વિચ્છિન્ન થઈ જશે, એવી જ રીતે દ્વિતીયાદિ સમચના નારા યાવત્ વૈમાનિકો વિચ્છિન્ન થઈ જશે” એવા આલાપક આવ્યા. તે સાંભળતાં જ તેને થયું કે જો આમ ઉત્પન્ન થતાં વેંત જ જીવ નષ્ટ થઈ જતા હોય, તે પછી તે કર્મીનું વેદન કયારે કરે ? જીવને કફળ વેદવાના અવસર જ જ નથી આવતા. જ્યારે ગુરુએ તેના આ વિચાર જાણ્યા ત્યારે તેને કહ્યુ કે, અહીં જે વિચ્છેદની વાત કહેવામાં આવી છે તે નયાશ્રિત છે. ચર્ચાયરૂપે નારકાદિ નષ્ટ થવા છતાં દ્રવ્યરૂપે તે વિદ્યમાન રહેવાના જ; અને તેથી પેાતાના કર્મીનું સુખદુઃખરૂપ કષ્ટ અવશ્ય ભાગવવાના જ. એટલે આત્ય ંતિક નાશમાં આ સૂત્રનું તાત્પ નથી. • આમ સમાવવા છતાં તેણે એકાંત સમુચ્છેદનું જ સમન કરવા માંડ્યુ. એટલે ગુરુએ તેને સધબહિષ્કૃત કર્યાં. એક વખત તે વિહાર કરતાં કરતાં કાંપિલ્પમાં આવી પહોંચ્યા. ત્યાં શ્રાવકોએ તેને મારવા માંડયો. એટલે તેણે કહ્યું- મેં તેા જાણ્યું છે
――
Jaih Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org