________________
૩. જીવપરિણામે
૩૧ છે – તેનાથી જ તે બધા જીવત્વને પામે છે.” ગુએ તેને ઘણું સમજાવવા - પ્રયત્ન કર્યો પણ તેણે તે પિતાને મત જ પકડી રાખ્યો. અને એ જ
પ્રમાણે તે બીજાને સમજાવવા લાગે. એટલે ગુએ તેને સંઘથી બહિષ્કૃત કર્યો. જીવના પ્રદેશને વરૂપ માનતે હેવાથી તે જીવપ્રાદેશિક કહેવાય છે.
એક વખત અમલકલ્પા નામની નગરીમાં મિત્રશ્રી નામના શ્રમણોપાસકે અનેકવિધ દ્રવ્યોના થોડા થોડા અંશને તિષ્યગુમના પાત્રમાં આપ્યા અને પછી તેમના પગમાં પડી કહેવા લાગ્યો, “હું આજે ધન્ય થયો છું કે મેં આપ જેવા સાધુને આટલાં બધાં દ્રવ્ય આપ્યાં’. આ સાંભળી તે બે, તમે તે આમ કરી મારું અપમાન કર્યું છે!”—એટલે મિત્રશ્રીએ તુરત જવાબ આપ્યો – “માફ કરે, મેં આપને આપના સિદ્ધાન્ત પ્રમાણે દાન દીધું છે. ભગવાન મહાવીરના સિદ્ધાન્ત પ્રમાણે નહિ.” – આ સાંભળી તિષ્યગુપ્તને પોતાના ખેટા સિદ્ધાન્તનું ભાન થયું અને તેણે પોતાના મિથ્યાભિનિવેશની આલોચના કરી દેષશુદ્ધિ કરી.
ભગવાન મહાવીરને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી ૧૮મે વર્ષે આ નિકૂવની ઘટના બની હતી. ૧૨. અવ્યક્તિક નિહનવ -
અવ્યક્ત એટલે અસ્પષ્ટ – કોઈ પણ વસ્તુ વિષે ખાસ કરી સાધુના વિષે નિશ્ચયાત્મક જ્ઞાન થઈ શકતું નથી – એમ માનનાર તે અવ્યક્તિક. આ મતની ઉત્પત્તિ આવી રીતે બતાવવામાં આવે છે:- આચાર્ય આષાઢ અચાનક રાતમાં મરીને દેવ થયા. તેમને પોતાના યોગવહન કરતા શિષ્યોની દયા આવી; એટલે તે પાછા પોતાના ખોળિચામાં આવીને રહ્યા અને પૂર્વવત શિષ્યોને તેમના આચારમાં પ્રવર્તાવ્યા. જ્યારે યોગસમાપ્તિ થઈ ત્યારે શિષ્યને વંદીને તેમણે કહ્યું – “હે ભદન્તો ! મને ક્ષમા કરજો કે મેં તમારી પાસે અત્યાર સુધી વંદન કરાવ્યું. પછી પિતાનું શરીર છોડી તે દેવલોકમાં ચાલ્યા ગયા. આ બનાવ પરથી તેમના શિષ્યોને ભારે પશ્ચાત્તાપ થવા લાગ્યું કે, “હે આટલી બધી વાર આપણે અસંતને વંદન કર્યું.” છેવટે તેમને લાગ્યું કે ખરી વાત તો એ છે કે, આપણે કોઈને વિષે નિશ્ચયપૂર્વક કહી જ ન શકીએ કે આ સાધુ છે કે દેવ – એટલે કેઈને નમન કરવું જ નહીં; કારણ જે નમન કરીએ અને તે વ્યક્તિ સાધુને બદલે દેવ હેય, તો અસંત-નમનનું પાપ લાગે અને વળી જે એમ કહીએ કે આ
૧. સાધુ અસંયતને વંદન ન કરી શકે. દેવ તો અસંયત જ હોય.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org