________________
. સ્થાનાં સમવાયાંગ: ૨ સ્થાનાંગસૂત્ર -(સૂત્ર ૪૭૧)માં પાંચ તીર્થકરોને કુમારપ્રવ્રજિત કહ્યા છે, જેમાં એક ભગવાન મહાવીર પણ છે. અને સમવાયાંગમાં ૧૯ તીર્થકરે ગૃહસ્થવાસ ભેગવી દીક્ષા લીધી તેમ સ્પષ્ટ કહ્યું છે (સૂત્ર ૧૯), પણ નામ જણાવ્યાં નથી. આ બને સુત્રને સાથે રાખીને અર્થ કરીએ તો કહેવું પડે કે, ભગવાન મહાવીરે વિવાહ કર્યો ન હતો, એમ આ સૂત્રોમાં સ્પષ્ટપણે પરંપરા સચવાઈ રહી છે, ભગવાન મહાવીરના વિવાહની વાત સર્વ પ્રથમ કલ્પસૂત્રમાં જ જોવા મળે છે; અને એથી એ તેમની વિવાહવિષયક બીજી પરંપરાની સૂચના આપે છે, એમ માનવું જોઈએ. એટલે ભગવતીનું જમાલિ અધ્યયન, સ્થાનાંગ, સમવાયાંગ એ બધું તેમના વિવાહના નિધની પરંપરામાં મૂકવું જોઈએ. અને કલ્પસૂત્ર, આવશ્યક નિયુક્તિ તથા મૂલભાષ્યથી માંડીને ચૂણી સુધીના તેમના વિવાહના ઉલેખે સ્પષ્ટપણે બીજી પરંપરામાં મૂકવા જોઈએ. ભગવાન મહાવીરને વિવાહ થયો હતો તેમ અત્યારે શ્વેતાંબર પરંપરામાં માન્યતા રૂઢ થઈ છે; ત્યારે દિગંબરોને ત્યાં તો તે અવિવાહિત હેવાની વાત રૂઢ છે.
આ જમાલિની કથા સાથે ભગવાન બુદ્ધના જ કુટુંબી દેવદત્તની કથા, જેણે બુદ્ધસંધમાં ભાગલા પાડ્યા – તે સરખાવવા જેવી છે.-વિનય પૃ. ૪૭૭. ૧૧. જીવપ્રાદેશિક નિહુન:
જીવપ્રાદેશિક મતને પ્રરૂપક વસુ નામના ચૌદપૂવ આચાર્યને શિષ્ય તિથ્યગુમ હતો. તે જ્યારે રાજગૃહમાં હતો ત્યારે આત્મપ્રવાદ નામના પૂર્વના ““હે ભગવાન જીવને એક પ્રદેશ જીવ કહેવાય?” “ના, એમ નથી; તેવી જ રીતે બે, ત્રણ, સંખ્યાત કે અસંખ્યાત તો શું પણ જીવના જે અસંખ્યાત પ્રદેશે છે તેમાંથી એક પ્રદેશ પણ એ હોય ત્યાં સુધી તેને જીવ ન કહેવાય; કારણ લોકાકાશના પ્રદેશ જેટલા જ પ્રદેશયુક્ત સંપૂર્ણ પ્રતિપૂર્ણ પ્રદેશ હોય ત્યારે જ જીવ કહેવાય છે, એ આ ગૌતમ અને ભગવાન મહાવીરના સંવાદ ઉપરથી તેને એક ન જ તર્ક પળે. તેણે પોતાના ગુરુને કહ્યું, “જો એમ જ છે તે પછી જે એક પ્રદેશ વિના તે જીવ નથી કહેવાતો અને જે એક પ્રદેશથી તે જીવ કહેવાય છે, તે ચરમ પ્રદેશને જ જીવ કાં ન માનવ ? બીજા તે સિવાયના પ્રદેશે તે તેના વિના અજીવ જ
૧. મૂળમાં 2ષભપુર છે; પણ ટીકાકારે રાજગુહ લખ્યું છે, તે મુલભાષ્ય ગાત્ર ૧૬૮ને અનુસરીને સમજવું.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org