________________
૩. જીવપરિણામે
३२६ – “થઈ ગઈ છે. એટલે તે સૂઈ જવા માટે ઊભે થયો. પણ જઈ જુએ છે તે પથારી હજી પથરાતી જ હતી. એ જ વખતે તેને વિચાર આવ્યે કે, ભગવાન જે એમ કહે છે કે, “કરાતું તે કરાયેલું સમજે” (ક્રિયમા તમ્) એ તો ખોટું છે. જે ખરેખર એમ હોય તો આ પથરાતી પથારીમાં હું સૂઈ શકત; પણ સૂઈ તો શકતો નથી. મારે હજી પાથરવાની ક્રિયા પૂરી થઈ રહે ત્યાં સુધી રાહ જોવી પડશે અને ત્યાર પછી જ પથરાઈ એમ માની હું સૂઈ શકીશ. માટે ભગવાને કરાતું, તે કરાયેલું સમજે એવો જે સિદ્ધાત પ્રતિપાદિત કર્યો છે. તે છેટે છે. બીજા શિષ્યોએ તેને ભગવાનના સિદ્ધાન્તનું રહસ્ય સમજાવવા પ્રયત્ન કર્યો, પણ તે સમજે નહિ, અને તેણે પોતાની વાત પકડી રાખી. પછી તે પિતાના વિરોધી સિદ્ધાન્તનું પ્રતિપાદન કરવા લાગ્યું. આ મત બહુરત એટલા માટે કહેવાય છે કે, કોઈ પણ ક્રિયા એક સમયમાં નહિ પણ બહુ સમયથી સાધ્ય છે. એમ તે માને છે; એટલે બહુમાં રત – આસક્તિ ધરાવનાર હોવાથી તે બહુરત કહેવાય છે. આ ઘટના ભગવાન મહાવીરને કેવળજ્ઞાન થયા પછી ૧૪ વર્ષે શ્રાવસ્તીમાં બની.
ભગવતી સૂત્રમાં જમાલિની કથા અત્યંત વિસ્તારથી આપવામાં આવી છે. તેમાં તેની ભગવાન મહાવીર સાથેની સગાઈને કાંઈ પણ ઉલ્લેખ નથી. તેને આઠ રાણુઓ હતી એમ જણાવ્યું છે, પણ તેમાંની એક ભગવાન મહાવીરની પુત્રી પ્રિયદર્શના હતી કે નહિ તે વિષે સૂત્રમાં કાંઈ કહ્યું નથી. તે માત્ર ક્ષત્રિયકુમાર હતો એ જણાવ્યું છે; પણ તે ભગવાન મહાવીરની બેન સુદનાને પુત્ર હતો તે વિષે સૂત્રમાં કશું કહેવામાં આવ્યું નથી. તેણે ૫૦૦ પુરુષો સાથે દીક્ષા લીધી એમ તે સ્પષ્ટ ઉલ્લેખ છે; પણ તેની પત્ની પ્રિયદર્શનાએ પણ દીક્ષા લીધી હતી એમ ત્યાં જણાવ્યું નથી. –આથી ઊલટું, નિયુક્તિના મૂલભાષ્યમાં એક ગાથા (નં. ૧૨૫). છે, જેમાં સુદર્શનાનું નામ આવે છે પણ ત્યાં પણ તે કોણ હતી એ જણાવ્યું નથી. એટલું જ નહિ પણ તે સુદર્શન –એ તે ભગવાન મહાવીરની બહેન કે તેમની પુત્રો – એ વિષે પણ એ ગાથાના ટીકાકારે મતભેદ ટાંકચ છે.
પણ પછીની ચૂણગત કથાઓમાં તે સ્પષ્ટપણે કહી દીધું છે કે, જમાલિ એ ભગવાન મહાવીરની મોટી બહેન સુદશના પુત્ર અને તેમની અનવદ્યાની પુત્રી પ્રિયદર્શનાનો પતિ હતો. એટલે કે ભાણેજ પણ હતો અને જમાઈ પણ હતે. અચાનક આ બધો સંબંધ કેવી રીતે ગોઠવાઈ ગયે તે શોધનો વિષય છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org