________________
કર૮
સ્થાનાંગસમવાયાંગ: ૨ ઘેડ વિસ્તાર આવશ્યક સૂત્રના અગર તેની નિયુક્તિના મૂલભાષ્યમાં થયેલો જણાય છે. મૂળ નિયુક્તિમાં તો એ નિદ્ધની સંખ્યા સાત જ વર્ણવેલી છે, એમાં તે સંદેહને સ્થાન જ નથી. ઉપર્યુક્ત સ્થળે વાંચવાથી કોઈ પણ એ નિર્ણય પર આવી શકે તેમ છે. પણ મૂલભાખ્યકારે એ નિહ્નોની સંખ્યામાં બેટિક – દિગંબરનો ઉમેરો કરી સાતમાંથી આઠ કરી છે; અને નિયુક્તિની ગાથાઓને છેડો ખુલાસે પણ કર્યો છે. જિનભકે તે નિયુક્તિ અને એ મૂલભાષ્ય ઉપર પોતાનું ભાગ્ય કર્યું છે, અને પ્રત્યેક નિકૂવને શાસ્ત્રાર્થ પણ રચી કાઢ્યો છે, અને તેમની કથાને પણું સંગ્રહી લીધી છે. આવશ્યક-ચૂર્ણ કારે એ બધી વસ્તુ પર પોતાની ચૂર્ણનું મડાણ કર્યું હોવાથી તેમાં વળી તેથી પણ વિસ્તૃત ચર્ચા હાય તે સ્વાભાવિક છે.
સ્થાનાંગ સૂત્રમાં એ આઠમાંથી સાત જ નોંધાયેલા છે. અત્યારે એ કહેવું કઠણ છે કે સ્થાનાંગની સંકલના પર નિયુક્તિની અસર છે કે નહિ. પણ એટલું તો ચોક્કસ છે જ કે સ્થાનાંગમાં તેમના વિષે જે માહિતી છે તેથી નિર્યુક્તિમાં વધારે જ માહિતી છે. છતાં સ્થાનાંગનું આ સૂત્ર એટલું પુરવાર કરી શકે જ છે કે અંગસૂત્રોમાં પણ કાળે કાળે સુધારાવધારા થતા રહ્યા છે. અને એનું પરિણામ એ આવ્યું કે, તેમાં ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૫૪૪ વર્ષે થયેલ સાતમાં નિદ્ભવની પણ હકીકતને સમાવેશ થઈ ગયે છે.
વીરનિર્વાણ પછી ૬૦૯ વર્ષે થનાર અંતિમ આઠમા નિતવને આમાં સમાવેશ નથી કરવામાં આવ્યો એ ઉપરથી જણાય છે કે, મૂલભાષ્યકારના સમયમાં શ્વેતાંબર દિગંબરના વિષે જે રૂપ લીધું હતું તે વાલજીવાચના જે વીરનિર્વાણ સંવત ૯૮૦ અથવા ૯૯૩માં થઈ છે, તે વખતે ન હતું. ૧૦. બહુરત:
બહુરત મતને પ્રરૂપક ક્ષત્રિયકુમાર જમાલિ હતો. સંસારથી વૈરાગ્ય ઊપજે એટલે તેણે ભગવાન મહાવીર પાસે ૫૦૦ પુરુષે સાથે દીક્ષા લીધી અને તે ૫૦૦ જણને આચાર્ય થશે. શ્રાવસ્તીના તેન્ક ચિત્યમાં રહેતો હતો તે વખતે તેને કોઈ કારણે રોગ થઈ આવે. એટલે તેણે એક શિષ્યને પથારી પાથરવા કહ્યું. થોડી વારે તેણે તે શિષ્યને પૂછયું “પથારી થઈ ગઈ ?” પેલાએ પાથરતાં પાથરતાં જ જવાબ આપ્યા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org