________________
૩. છવપરિણામે અહીં પણ બીજી વાચના પ્રમાણે અધ્યયનવિભાગ છે એમ સમજવું ઉપલબ્ધ વાચનાનુસારી નથી. ૯. નિહનવા
સૂક્ત અર્થાત આગમપ્રતિપાદિત તત્વને અભિનિવેશને કારણે અ૫લાપ કરે, પરંપરાવિરુદ્ધ પોતાને અનુલ અર્થ કરવો અને બીજા પક્ષને યેનકેન પ્રકારેણ ખોટે સિદ્ધ કરવો –એ નિદ્ભવ છે. નિદ્ભવ એ મિથ્યાષ્ટિને જ એક પ્રકાર છે. અભિનિવેશ વિના જે કંઈ પણ સૂત્રના અર્થમાં વિવાદ થાય, તો તે નિદ્ભવ નથી ગણતો. એટલે જ જિનભદ્ર અને સિદ્ધસેન જેવા આચાર્યોને કેવલજ્ઞાન અને દર્શન ભિન્નકાળે છે કે નહિ અને જુદાં છે કે એક જ છે એ વિશે મતભેદ હોવા છતાં તેમને નિદ્ભવ ગણવામાં નથી આવ્યા. કારણ, તેમના એ મતભેદના મૂળમાં સત્યાગવેષણ માનવામાં આવી છે. ત્યારે જમાલિ આદિ જે નિદ્વવો પ્રસિદ્ધ છે, તેમને વિષે જૈન આચાર્યો એવું નથી માનતા; પણ એવો અભિપ્રાય આપે છે કે તેમણે ભગવાન મહાવીરનાં વચનના અભિપ્રાયને જાણજોઈને ઉથાપવાનો પ્રયત્ન કર્યો છે. અને એ જ તેમની નિવતાનું કારણ છે. બીજા મિથ્યાત્વીઓ અને નિવમાં તફાવત એ જ છે કે બીજા મિથ્યાત્વીએ સમગ્ર જિનપ્રવચનને જ નથી માનતા અગર મિથ્યા માને છે; પણ નિદ્વવની બાબતમાં તેમ નથી; તેઓ તો તેની કઈ એક બાબતમાં મિથ્યાભિનિવેશી હોય છે.
જૈન પરંપરા પ્રમાણે આવા નિકો ભગવાન મહાવીરના શાસનમાં જ ઉત્પન્ન થયા છે; બીજા કેઈ તીર્થંકરના શાસનમાં આવું નથી બન્યું.
આ નિકૂવકારીઓ પણ જનલિંગ જ ધારણ કરી રાખતા હતા, એવો ઉલ્લેખ છે. આથી માનવાને કારણ મળે છે કે, વસ્તુતઃ જિનપરંપરામાં તે તે વખતના નાના મોટા મતભેદોને કારણે જે કઈ પ્રભાવશાળી વ્યક્તિ પોતાના અનુયાયીઓને સાથે મેળવીને મેટા સમૂહથી અલગ થઈ જતો, તેને નિદ્રવ કહેવાનો રિવાજ થઈ ગયો હતો. એટલે કે આ નિતાને જૈન પરંપરાના તે તે વખતના નાના મોટા. સંપ્રદાયે જ ગણવા જોઈએ. આના પુરાવા તરીકે, જિનભદ્ર અગર બીજા કોઈ તેવા સમર્થ આચાર્યો દિગંબરને પણ પ્રાચીન નિદ્ધ સાથે ગણાવી દીધા અને નિદ્ભવની સંખ્યા સાતમાંથી આઠની કરી– તે વસ્તુ મૂકી શકાય એમ છે.
નિદ્રોનું વર્ણન આવશ્યક નિર્યુક્તિ(ગા૦૭૭૮થી)માં તથા ઉત્તરાધ્યયન નિર્યુક્તિ(ગા. ૧૬૪થી)માં તેના મૂળ રૂપમાં મળી આવે છે. એ વર્ણનને
-
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org