________________
૩૨૬
સ્થાનાંગલ્સમવાયાંગ ૨ સામાયિકાદિ ષવિધ આવશ્યક છે. જેને દિવસ અને રાત્રીની પ્રથમ અને અંતિમ પિરસીમાં જ સ્વાધ્યાય થાય તે કાલિક; અને જેને કાલનો કાંઈ નિયમ નથી તે ઉત્કાલિક કહેવાય. ઉત્તરાધ્યયન એ કાલિક છે અને દેશવૈકાલિક એ ઉલ્કાલિક છે. ૭. જ્ઞાત - દુષ્ટાત:
જેના હેવાથી દાસ્કૃતિક અર્થ સમજાય તે જ્ઞાત એટલે કે દાત. હેતુને સાચ્ચસહચાર અને સાધ્યના અભાવમાં હેતુને પણ અભાવ જ્યાં નિશ્ચિત હોય તે દૃષ્ટાન્ત. તેના બળથી સાધન વડે સાધ્યની સિદ્ધિ થાય છે. આ દૃષ્ટાન્તના બે ભેદ છે: સાધમ્ય અને વિધમ્ય. રસોઈઘરમાં અગ્નિ સાથે ધૂમનો સહચાર નિશ્ચિત છે; તેથી જે અનુમાનમાં ધૂમથી અગ્નિ પર્વતાદિમાં સિદ્ધ કરવાને હેય, ત્યાં રડું એ સાધભ્ય દુષ્ટાન્ત છે. અને જલાશયમાં અગ્નિ નથી તેથી બૂમ પણ નથી માટે તે જ અનુમાનમાં જલાશય એ વૈધમ્ય દાત કહેવાય. જ્ઞાત શબ્દના બીજા પણ અર્થે છે અને તેમાં બધામાં સામાન્ય અર્થ એટલો રહેલો છે જ કે જે સાધ્યપ્રત્યાચક હેય. જેમકે, આખ્યાન - કથા એ પણ જ્ઞાત કહેવાય. તેના બે ભેદ છે : સત્ય અને કલ્પિત. ઉપમાન પણ જ્ઞાત કહેવાય છે. ઉપપત્તિ પણ જ્ઞાત કહેવાય. જ્ઞાતિના ઉપાધિભેદથી આ સૂત્રમાં ચાર ભેદ બતાવ્યા છે. અહીં બતાવેલ જ્ઞાતિનું વિવેચન દશવૈકાલિક નિયુક્તિમાં છે; ગાય પરથી જુઓ. ૮. અંતકૃદશા અને અનુત્તરપપાતિક :- અંતકૃદશાના આઠ વર્ગ છે, તેમાંના પ્રથમ વર્ગનાં આ દશ અધ્યયનનાં નામ છે, એમ ટીકાકાર જણાવે છે; અને ઉમેરે છે કે, “અહીં જણાવેલ અંતકૃત્સાધુનાં નામે વર્તમાન અંતકૃદિશામાં મળતાં નથી; પણ આ દશ મળે છે – ગૌતમ, સમુદ્ર, સાગર, ગંભીર, તિમિત, અચલ, કપિલ્ય, અભ્ય, પ્રસેનજિત, વિષ્ણુ. એટલે અમને જણાય છે કે આ કોઈ અન્ય વાચનાનુસારી વચન છે. વળી તે નામે જન્માક્તરનાં કેમ ન ન હોય એવી શંકા પણ ન કરવી; કારણ આ સૂત્રમાં જન્માક્તર કહેવાને પ્રસંગ જ નથી.”
વર્તમાન અનુત્તરપાતિકમાં ત્રણ વર્ગો છે, તેમાં ત્રીજા વર્ગમાં જે અધ્યયન છે તેમાંના કેટલાંક નામો અહીં જણાવેલ નામ સાથે મળે છે. એ ત્રીજા વર્ગનાં નામ નીચે પ્રમાણે છે– ધન્ય, સુનક્ષત્ર, ત્રાષિદાસ, પેલ્લક, રામપુત્ર, ચંદ્રમા, પ્રેષ્ઠિક, પેઢાલપુત્ર, પિટિલ, વિહલ્લ. એટલે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org