________________
૩૩૬
સ્થાનાંગ સમવાયાંગ: ૨ ઘણા થયા છે. જેમકે, શબ્દાદ્વૈત એ વિયાકરણને મત છે; વિજ્ઞાન દ્વત તથા ચિનાદ્વૈત એ બૌદમત છે. આ અક્રિયાવાદ એટલા માટે છે કે આત્માદિ સિવાય પણ જડ વગેરે બીજી વસ્તુઓ જે પ્રત્યક્ષસિદ્ધ છે તેમને તે નિષેધ કરે છે. જેના મતે સકલ વસ્તુ સામાન્ય દષ્ટિએ એક છે અને વિશેષદષ્ટિએ અનેક છે.
(૨) અનેકવાદી : વસ્તુમાત્ર સામાન્યની અપેક્ષાએ એક છતાં માત્ર વિશેષની અપેક્ષાએ જેઓ તેને અનેક જ કહે છે, તે અનેકવાદી. આ મત બોદ્ધોને કહી શકાય, જે સકલ વસ્તુને પરસ્પર વિલક્ષણ જ માને છે અને એકતા માનતા જ નથી. દાર્શનિક સૂત્રકાળમાં વૈશેષિક નિયાચિકાદિ પણ અનેકવાદી છે. છતાં તેમને અક્રિયાવાદી ન કહી શકાય.
(૩) મિતવાદી ઃ જેઓ એમ માને છે કે જીવ અનન્ત નથી પણ પરિમિત છે; એટલે કેઈ સમચ એ આવશે જ્યારે સકલ જીવો મેસે ગયા હશે અને આ સંસાર જીવશુન્ય હશે. આ મિતવાદી કહેવાય. આ મત ને છે તે જાણમાં નથી. અથવા જેઓ જીવને અણુરૂપ માને છે તેઓ પણ મિતવાદી કહેવાય. આ મત વલ્લભાચાર્ય સંમત વેદાન્તમાં પ્રસિદ્ધ છે. પણ તેનું મૂળ તો ઉપનિષદ જેટલું જ જૂનું છે.
(૪) નિર્મિતવાદી : જે લેકે આ જગતને ઈશ્વર, બ્રહ્મ કે અંડ ઇત્યાદિથી નિર્મિત થયેલું માને છે તે બધા નિમિતવાદી કહેવાય. આ મતો બહુ ાના છે અને તેમનો ઉલ્લેખ સૂત્રકૃતાંગમાં આવે છે.
(૫) સાતવાદી જેઓ એમ કહે છે કે જીવનમાં સુખ જ ભેગાવીને આનંદ કરો; આધ્યાત્મિક વસ્તુની પાછળ પડીને આ ભૌતિક જીવનને ફન ન કરવું, તે સાતવાદી કહેવાય. આ મત ચાર્વાકને છે. પણ ટીકાકાર આ મતને બૌદ્ધ જણાવે છે અને કહે છે કે, જે લોકો એમ કહે છે કે તપસ્યા કરી શા માટે શરીરને કલેશ આપ, મધ્યમ માર્ગે ચાલીને જ સાધના કરવી જોઈએ, એ સાતવાદી છે. પણ સ્વયં બુદ્ધની મરામપ્રતિપદાને ધ્યાનમાં રાખીએ તો આ સાતવાદી તરીકે બૌદ્ધોને ન ગણાવી શકાય. કારણ તેમણે તે સ્પષ્ટ કહ્યું છે કે, એક તરફ આ ચાર્વાક છે, જેમને ઇન્દ્રિયની લાલસા પૂરી કરવામાં અને ભૌતિક આનંદ પ્રાપ્ત કરવામાં જ મજા આવે છે; જેઓ આધ્યાત્મિક સાધના માટે પોતાના ઇદ્રિના કામભેગોને અંશરૂપે પણ જતા કરવા તયાર નથી. અને બીજી તરફ આ લોકે છે જે શરીરની જરા પણ કિંમત ન સમજતાં માત્ર તેને ગળાવી નાખવા માટે વિવિધ તપસ્યાઓમાં જ રત છે. (જેનેની કઠોર દિનચર્ચાનું
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org