________________
પાવાદ જેવા
હાય તે
૨૧૮
સ્થાનાંગ સમવાયાંગ: ૨ પાત્રપ્રતિમા ચાર છે – ૧. દારુપાત્રાદિ જે ઉદ્દિષ્ટ છે તે માગીશ; ૨. નજરે ચડેલ પાત્ર યાચીશ. ૩. દાતાએ ઘણીવાર વાપર્યું હોય તેવું અથવા તેની
પાસે બે ત્રણ પાત્રો હોય અને તેમાંથી વાર ફરતી
તે વાપરતો હોય – તેમાંથી એક માગીશ; ૪. તેણે તજી દીધેલું પાત્ર યાચીશ. હું સ્થાન (એટલે કે કાર્યોત્સર્ગ કરવા માટેનું સ્થાન – આશ્રય – માગવા સંબંધી) પ્રતિમા ચાર છે –
૧. અચિત્ત સ્થાનમાં રહીને આકુંચન પ્રસારણ વગેરે ક્રિયા કરીશ, અને અચિત્ત ભીંત વગેરેને આશ્રય લઈશ અને તેટલામાં જ હરીશ – ફરીશ;
૨. હરવા-ફરવા સિવાયની ઉપરની બંને ક્રિયાની છૂટ વાળી;
૩, માત્ર આકુંચન – પ્રસારણની છૂટવાળી, ૪. ત્રણે ક્રિયાની છૂટ નહીં તેવી. .
-સ્થા ૩૩ ] (૧૦) પ્રતિલેખના પ્રમાદપ્રતિલેખના છ પ્રકારની છે –
૧. આરભટા – ઉતાવળી – પૂરું જોવું ન જેવું તે;
૧. પ્રતિલેખન એટલે નિરીક્ષણ, તપાસ. એના ચાર ભેદ છે – દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ. (૧) વસ્ત્ર, પાત્ર, આદિ ધાર્મિક ઉપકરણોનું તથા આહારદિનું નિરીક્ષણ કરવું તે દ્રવ્ય-પ્રતિલેખના, (૨) કાત્સગની, બેસવાની, સૂવાની, જગ્યાનું તથા સ્પંડિલભૂમિ, માર્ગ અને વિહારક્ષેત્રનું નિરીક્ષણ કરવું તે ક્ષેત્ર-પ્રતિલેખના (૩) ગ્ય કાલે યોગ્ય કાર્ય કરવાને વિચાર કરે તે કાલ-પ્રતિલેખન અને (૪) “અહો મેં શું કર્યું ? મારે શું કરવું જોઈએ? તપસ્યા જે કરવી જોઈએ તે હું કરતો નથી' – એવું ધર્મ જાગરણ – તે ભાવ-પ્રતિલેખનાં.
પ્રતિલેખનામાં પ્રમાદ કરો – શિથિલ્ય કરવું તે પ્રમાદ-પ્રતિલેખના,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org