________________
૩. જીવપરિણામે હું પૌષણ સાત છે. તેના સાત ભેદ ઉપર પ્રમાણે સમજવા.]
હું અવગ્રડ પ્રતિમા [અર્થાત્ આવાસ, નિવાસસ્થાન; તત્સંબંધી પ્રતિજ્ઞા] સાત છે –
૧. “મારે અમુક જ ઉપાશ્રય જોઈએ” એમ નક્કી કરીને આજ્ઞા માગે તે, ૨. એમ નકકી કરે કે હું આ મારા સાથી સાધુએના માટે ઉપાશ્રય યાચીશ અને તેમને જે મળશે તે તેમાં રહીશ; ૩. એમ નકકી કરે કે બીજા સાધુ માટે સ્થાન માગીશ પણ તેમાં હું રહીશ નહિ, ૪. એમ નકકી કરે કે હું બીજા માટે ઉપાશ્રય યાચીશ નહિ પણ બીજાએ લીધેલમાં રહીશ; ૫. એમ નકકી કરે કે, હું મારા એકલાને માટે જ ઉપાશ્રયની યાચના કરીશ પણ બીજા કઈ માટે ઉપાશ્રયની યાચના કરીશ નહિ; ૬. એમ નકકી કરે કે, જેના ઘરમાં હું રહીશ એની જ પથારી પણ જે મળે તો જ લઈશ અન્યથા પથારી વિના જ રાત વિતાવીશ; ૭. એ નિયમ કરે છે, જેના ઘરમાં રહીશ ત્યાં જે પથારી પહેલેથી પાથરેલી હશે તો જ ઉપયોગ કરીશ.
-સ્થા. ૫૫] શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણનિ માટે નવ કોટિથી પરિશુદ્ધ ભિક્ષા લેવાનું કહ્યું છે –
૧. હણે નહિ; ૨. હ|વે નહિ; ૩. હણુતાને અનુમતિ ન આપે . રાંધે નહિ; ૫. રાવે નહિ; દ, રાંધતાને અનુમતિ આપે નહિ; ૭. ખરીદે નહી; ૮. ખરીદા નહીં; ૯ ખરીદતાને અનુમતિ ન આપે.
[-સ્થા૬૮૧].
સ્થા-૨૦
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org