________________
, ૩. જીવપરિણામે સંયમ પાંચ પ્રકારનો છે?—
૧. સામાયિક સંયમ – [ સમભાવમાં રહેવા બધી અશુદ્ધ પ્રવૃત્તિઓને ત્યાગ કરે છે. તેના બે ભેદ છેઃ ૧. ઈસ્વરકાલિક અર્થાત્ જ્યાં સુધી પાંચ મહાવ્રતનું આપણું ન કર્યું હોય ત્યાં સુધી, અને ૨. ચાવજછવિક અર્થાત્ જીવન ટકે ત્યાં સુધી.]
૨. છેદેપસ્થાપ્ય સંયમ – [ પૂર્વ દીક્ષા પર્યાયને છેદ કરીને ફરી મહાવ્રતનું આપણું – ઉપસ્થાપન જે ચારિત્રમાં કરાય છે. તેના બે ભેદ છેઃ ૧. ઇવરસામાયિકવાળા શૈક્ષને અને ચતુર્યામ તજી પંચયામમાં આવતા પાર્શ્વનાથના સાધુને જે પાંચ મહાવ્રતનું આરોપણ થાય તે નિરતિચાર; અને ૨. મૂલવ્રત અંગીકાર કર્યા બાદ પ્રાયશ્ચિત્ત આવવાથી પૂર્વ પર્યાય છેદી, મહાવ્રતનું નવેસર આરોપણ કરાય તે સાતિચા૨૦]
૩. પરિહારવિશુદ્ધિ સંયમ – [વિશેષ પ્રકારનું તપ તે પરિહાર; તેનાથી શુદ્ધ થયેલ ચારિત્ર];
૪. સૂક્ષ્મસં૫રાય સંયમઃ – [ સૂક્ષ્મ લેભરૂપ કષાય જ જેમાં શેષ હોય તેવાનું ચારિત્ર. તેના બે ભેદ છે: ૧. શ્રેણી પર ચઢતાને હતું તે વિશુદ્ધથમાન; અને ૨. ઉપશમશ્રેણીથી પડતાને હતું તે સંક્લિશ્યમાન.];
૧. આનું વર્ણન ભગવતી શ૦ ૨૫, ઉ૦ ૭, પૃ. ૫૮માં છે.
૨. સામાયિકના ઘણા અર્થ કરાય છે. જેમકે, “સમ”-રાગાદિથી રહિત થવાની પ્રવૃત્તિ; અથવા “સમ’ એવાં જ્ઞાન-દર્શન-ચારિત્રને લાભ જેથી થાય તે; અથવા રાગાદિ રહિત પુરુષ -- “સમને જેથી ગુણનો લાભ થાય તે; અથવા “સમ” એટલે મૈત્રી, તેનો લાભ જેથી થાય તે.
૩. ઈત્વરકાલિક પ્રથમ અને અંતિમ તીર્થકરના સમયમાં હોય છે, અને ચાવજછવિક વચલા બાવીસ અને વિદેહવાસના તીર્થકરના તીર્થમાં હોય છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org