________________
૨૮૮
સ્થાનાંગ સમવાયાંગ: ૨ (૨) બકુશનિગ્રન્થલ પાંચ પ્રકારના છે –
૧. આગ બકુશ – જાણી જોઈને કરનાર; ૨. અનાજોગ બકુશ – સહસાકારી; ૩. સંવૃત બકુશ – પ્રચછન્તકારી; ૪. અસંવૃત બકુશ – પ્રકટપણે કરનાર;
૫. યથાસૂમ બકુશ – પ્રમાદવશ કરનાર, (૩) કુશીલ નિગ્રંથના પાંચ પ્રકાર છે.
૧–૫. પુલાકની જેમ. (૪) નિગ્રન્થના પાંચ પ્રકાર છે –
૧. પ્રથમસમય નિગ્રન્થઃ – નિગ્રન્થ થયાને – ઉપશાંતમૂહ કે ક્ષીણમેહ થયાનો પ્રથમ સમય જેમને હોય તેવા ];
૨. અપ્રથમસમય નિગ્રન્થ;
૩. ચરમસમય નિગ્રન્થ : – [ ઉપશાંતમૂહ કે ક્ષીણ મેહના અંતિમ સમયમાં વર્તમાન];
૪. અચરમસમય નિગ્રન્થ;
૧. શરીરબકુશ અને ઉપકરણબકુશ એ પ્રત્યેકના આ પાંચ ભેદ સમજ્જવા.
૨. પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ એ પ્રત્યેકના આ પાંચ ભેદ સમજવા. જ્ઞાન-દર્શન-ચારિત્રલિંગની અપેક્ષાએ અકૃત્ય કરણ કરે તે જ્ઞાનકુશીલાદિ; અને કોઈ પ્રશંસા કરે ત્યારે કુલાઈ જાય તે યથાસૂમકુશલ.
કેધાદિ કષાયવાળે થઈ જ્ઞાન, દર્શનનો પ્રયોગ કરે, ચારિત્રબળ વડે શાપ આપે, લિંગાંતર કરે, અને મનથી કષાય કરે – તે જ્ઞાનકુશીલાદિ કષાયકુશીલ સમજવા.
ચૂર્ણિકારને મતે જ્ઞાનાદિની સમ્યગાધના નહીં પણ વિરાધના કરનાર તે પ્રતિસેવનાકુશીલ, અને જ્ઞાનાદિ પાંચની કષાય વડે વિરાધના કરનાર તે કષાયકુશીલ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org