________________
૨૮૨
સ્થાના સમવાયાંગ ૩. સ્થાણુ સમાન – [ ધૂણ; જેમ કદી ચલિત થાય
નહીં તેમ સાધુ સમજાવે તે પણ સમજે નહી
તેવા]; ૪. ખર કંટક સમાનઃ – [ પિતાના હઠાગ્રહમાંથી
ચલિત પણ ન થાય અને સામેથી કઠોર કાંટાની , જેમ સાધુને વચનથી વીધે તેવા ].
[-સ્થા ૩૨૧] શ્રમણ ભગવાન મહાવીરના શ્રમણે પાસકની સૌધર્મકલ્પના અરુણાભ વિમાનમાં ચાર પપમ સ્થિતિ કહી છે. ૧
[– સ્થા૦ ૩૨૨ ] $ ભારવાહકના ચાર વિસામા છે –
૧. એક ખંભાથી બીજા ખંભા પર ભાર બદલે ત્યારે, ૨. જ્યારે શારીરિક હાજતે જાય ત્યારે,
૩. કયાંક નાગકુમાર કે સુવર્ણકુમારના મંદિરમાં : વિશ્રામ કરે ત્યારે,
૪. જ્યાં જીવનભર વસે છે તે પણ એક વિસામો છે. ડું તેવી જ રીતે શ્રમણે પાસકના પણ ચાર વિસામા છે –
૧. જ્યારે શીલવ્રત અને ગુણવ્રત અંગીકાર કરે છે અને પૌષધોપચાર આદરે છે ત્યારે;
• ૨. જ્યારે સામાયિક કે દેશાવકાશિક વ્રતનું ભલી રીતે પાલન કરે છે ત્યારે;
૧. આ વાત ઉપાસકદશાસૂત્રમાં વર્ણિત આનંદાદિ દશ શ્રાવકે વિષે સમજવી.
૨. સરખાવો બુદ્ધશ્રાવકની પ્રસન્નતા.– અંગુત્તર૦ ૩. ૪ર.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org