________________
૩. જીવપરિણામે
૨૭૭
વિચાર કરવા તે વ્યવઙારનય. જેમકે, સત્ત્ના બે ભેદ છે જીવ અને અજીવ; અજીવના બે ભેદ છે સિદ્ધ અને સંસારી; સંસારીના બે ભેદ છે ત્રસ અને સ્થાવર ];
----
૪. ઋનુસૂત્ર : -- [ વસ્તુ વૈકાલિક છતાં તેની વતમાનસ્થિતિને જ પ્રધાનતયા વિચાર કરવા તે ઋજુસૂત્ર નય. જેમકે, સુવર્ણ વૈકાલિક છે છતાં ઋનુસૂત્રનયવાદી તેના કાઈ પણ એક મેદ વીટી જેવા ઘાટને જ વિચાર કરીને કહે કે આ વીટી છે };
૫. શબ્દ : [શબ્દના અને વિચાર કરતી વખતે જે તેના કાલ, વચન, લિંગ ઇત્યાદિ ભેદ્દેશને ધ્યાનમાં રાખીને અભેદ કરે તે - શબ્દનય. જેમકે, આ નયને મતે આજના ઘટ એ ગઈ કાલના ઘટ કરતાં જુદા છે];
--
૬. સમભિરૂઢ : — [ પર્યાયભેદે અના ભેદ કરે તે સમભિનય. આ નયને મતે રાજા, નૃપતિ ઇત્યાદિ પર્યાયવાચી શબ્દોના અર્થ જુદા છે. જેમકે, જે શાથે તે રાા; જે મનુષ્યોને રક્ષે તે નૃપ, ઇત્યાદિ];
૭. એવ ભૂતઃ—— [ શબ્દનેા વ્યુત્પત્તિસિદ્ધ અર્થ જ્યારે વિદ્યમાન હોય ત્યારે જ તે શબ્દથી તે અને વાચ્ય માને, અન્યથા નહિ, તે એવભૂત નય. સમભઢને મતે રાજા શબ્દને વાચ્ય એટલે કે રાજા તરીકે ઓળખાતા માનવી શાલતા ન હેાય અર્થાત્ સામાન્ય વસ્ત્ર પહેરીને બેઠા હાય ત્યારે પણ રાજા કહેવાય; પણ એવભૂતનયને મતે તે જ્યારે તે રાજચિહ્નને ધારણ કરીને સિંહાસન પર બેઠા હાય અને શાલતા હાય, ત્યારે જ રાજા કહેવાય, અન્યથા નહિ].
[ -સ્થા॰ પપર]
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org