________________
૨૭૬
સ્થાનાંગ-સમવાયાંગ ૨ [ક્ષેત્ર અને કાલને પણ દ્રવ્યપ્રમાણમાં સમાવેશ થાય છે પણ તે દ્રવ્યના પર્યાયરૂપ પણ છે તેથી દ્રવ્યથી જુદાં ગણાય છે.]
૪. ભાવપ્રમાણ – [ ભાવરૂપ પ્રમાણુ કે ભાવેનું પ્રમાણ. તેના ત્રણ ભેદ છેઃ – ગુણ, નય, અને સંખ્યા. જીવના ગુણ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે, તેમાં જ્ઞાનના ચાર ભેદ–પ્રત્યક્ષ, અનુમાન ઉપમાન, આગમ એ જ્ઞાનરૂપ પ્રમાણ છે. નવે નૈગમાદિ પ્રસિદ્ધ છે. અને સંખ્યા એક બે વગેરે ].
[–સ્થા ૨૫૮ ] સાત મૂલન છે –
૧. નૈગમ –[લૌકિક રૂઢિ અનુસાર શબ્દ અને અર્થને વિચાર તે નગમ નય. જેમકે, કઈ રોટલી માટે લોટ બાંધતું હોય અને આપણે પૂછીએ કે શું કરો છે? તો જવાબ આપશે કે રોટલી કરું છું” – આ જવાબને શ્રોતા અને વક્તા બને સાચે માને છે. તેમાં લેકરૂઢિ જ મુખ્ય કારણ છે ];
૨. સંગ્રઃ – અનેક વસ્તુ કે વ્યકિતઓ માં કઈ એક સામાન્ય તત્વ જોઈને તે સૌની એકતા – અભિન્નતા સ્થાપવી તે સંગ્રહનય. જેમકે મનુષ્ય, પશુ, પક્ષી ઇત્યાદિ સકલ વ્યક્તિરૂપે જુદા છતાં જીવરૂપે એ બધાને એક કહી દેવા; તે જ પ્રમાણે ચેતન અને અચેતન એ સકલ વસ્તુને સત્ રૂપે એક કહી દેવી ];
૩. વ્યવહાર – [સામાન્ય તત્વથી સંકલિત થયેલી વસ્તુમાં પ્રયોજનાનુસાર વિભાગ પાડવા – તેના ભેદપભેદેને
૧. એક જ વસ્તુને જોવાની વિચારવાની જે વિવિધ દૃષ્ટિઓ તે નય છે. વિશેષ સમજૂતી માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧૮.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org