________________
ર૭૫
૩. જીવપરિણામો
૬. પ્રમાણ– નય પ્રમાણુ ચાર છે –
(૧) દ્રવ્યપ્રમાણ; [ દ્રવ્ય અર્થાત્ વતુરૂપ પ્રમાણ; જેમકે ગજ જેવા દ્રવ્ય–વસ્તુ વડે શરીર વગેરેનું માપ કાઢવું, અથવા દ્રવ્યમાં કેટલા પર્યાયે છે તે જાણવા. દ્રવ્યપ્રમાણના બે ભેદ છેઃ- (૧) પ્રદેશનિષ્પન્ન, (૨) વિભાગનિષ્પન્ન. પ્રદેશનિષ્પન્નના એક પ્રદેશથી માંડી અનંત પ્રદેશ સુધીના અનંત ભેદ છે. ત્યારે વિભાગનિષ્પન્નના પાંચ ભેદ છે? – ૧. માન – ધાન્ય વગેરે માપવાનું સાધન; ૨. ઉન્માન – તળવાનાં સાધને; ૩. અવમાન – કાપડ વગેરેને ભરવાનું સાધન ૪. ગણિત – એક, બે, ત્રણ વગેરે; ૫. પ્રતિમાન – જેનાથી સોના ચાંદીને તોલ થાય છે તે; અથવા પૈસા વગેરે બીજી વસ્તુમાં એક વસ્તુની કિંમત આંકવી તે ];
(૨) ક્ષેત્રપ્રમાણઃ – [ ક્ષેત્ર એટલે આકાશનું પ્રમાણ તે. તેના પણ બે ભેદ છે:– ૧. પ્રદેશનિપન્ન અને ૨. વિભાગનિષ્પન્ન. પ્રદેશનિષ્પન્નના એક પ્રદેશથી માંડી અસંખ્યાત પ્રદેશ સુધીના ભેદે છે. અને વિભાગનિષ્પનના ભેદ આગળ, હાથ, વગેરે
(૩) કાલપ્રમાણઃ –– [ કાલપ્રમાણના પણ બે ભેદ છેઃ–પ્રદેશનિષ્પન્ન અને વિભાગનિષ્પન્ન. પ્રદેશનિષ્પન્નના એક સમયની સ્થિતિથી માંડી અસંખ્યાત સમયની સ્થિતિ સુધીના ભેદે છે; અને વિભાગનિષ્પન્નના સમય, આવલિકા ક્ષણ, લવ, મહૂર્તાદિ;
૧. જેનાથી કોઈ પણ વસ્તુનું વિશેષ જ્ઞાન થાય તે પ્રમાણ; અને પ્રમિતિ – વસ્તુજ્ઞાન, માપ તે પણ પ્રમાણ. ઉપર જણાવેલ ચાર ભેદ અનુગમાં છે, સૂ૦ ૧૩ર. તેને વિસ્તાર આગળનાં સૂત્રોમાં છે,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org