________________
૨૬૮
સ્થાનાં સમવાયાંગ: ૨ (૧) આનુગમિક [ અવધિજ્ઞાનીનું અનુમાન કરે તેવું જ્ઞાન. એટલે કે, અવધિજ્ઞાની એક સ્થાન છોડી બીજે સ્થાને જાય છતાં તેનું જ્ઞાન તેની સાથે જ રહે];
(૨) અનાનુગમિક [આ અવધિ એવું હોય છે કે જે પુરુષનું અનુગમન નથી કરતું. કારણ, તેની ઉત્પત્તિમાં તે જે દેશમાં ઉત્પન્ન થયું હોય છે તે દેશ પણ નિમિત્ત કે હોય છે. એટલે દેશાન્તરમાં પુરુષ હોય ત્યારે તે જ્ઞાન
ઉપયોગી નથી – જેમ સુધરાઈનું ફાનસ જયાં હોય ત્યાં ઊભા રહેનારને જ ઉપગી બને છે બીજાને નહિ તેમ];
(૩) વર્ધમાન [જે અવધિજ્ઞાન ઉત્પન થયા પછી ઉત્તરોત્તર વૃદ્ધિને પામે];
() હીયમાન [જે અવધિજ્ઞાન ઉત્પન્ન થયા પછી કમશઃ હાનિને પામે અને છેવટે અંગુલના અસંખ્યય ભાગની મર્યાદાવાળું થઈ રહે ];
(૫) પ્રતિપાતી [ ઉત્પન્ન થયા પછી તદ્દન ચાલ્યું જાય તેવું];
(૬) અપ્રતિપાતી [ ઉત્પન્ન થયા પછી ચાલ્યું ન જાય
તેવું].
[-સ્થા પર૬] વિર્ભાગજ્ઞાનર સાત પ્રકારનું છે – ૧. એક દિશામાં લોકાભિગમ;
૧. ઉત્કૃષ્ટ લોકમાત્ર મર્યાદાવાળું જ્ઞાન પ્રતિપાતી હોય છે. પણ જે જ્ઞાન અલોકમાં એક પ્રદેશને પણ જોવાની શક્તિ ધરાવે છે, તે કદી પ્રતિપાતી હેતું નથી. - ૨. સમ્યકત્વયુક્ત અવધિ હેાય તે અવધિ કહેવાય; અને મિથ્યાત્વી જીવને થયેલું અવધિ વિભંગજ્ઞાન કહેવાય. (વિ = વિપરીત, ભંગ = વસ્તુવિકલ્પ.) ભગવતીમાં વિર્ભાગજ્ઞાન વિષયમર્યાદાને લઈને અનેક પ્રકારનું કહ્યું છે. જુઓ પૃ. ૩૨૬, શ૦ ૮, ઉ૦ ૨.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org