________________
२८
૩. સમવાયાંગનો પરિચય
સંનવાં અને સમયમર્યાદ : સ્થાનાંગની જેમ આમાં પણુ • સુયં મે . આઉસ તેણુ ભગવયા એવમખાય' છે એટલે આ ૧૩ પરંપરા પ્રમાણે સુધર્માંની સંકલનાન્તર્ગત મનાય છે. પણુ આમાં પણ ઉમેરણ થયું છે એટલે અત્યારે જે રૂપમાં છે તે રૂપે તે સંપૂર્ણ સુધર્માંની કૃતિ છે એમ કહી શકાય નહિ. પણ આમાં સાતની ગણતરીમાં નિવના ઉલ્લેખ નથી એને જો સૂચક માનીએ, તે એમ કહી શકાય કે આમાં સ્થાનાંગની જેમ લાંબા કાળ પર્યંત ઉમેરણ થયું નથી. વળી આમાં આવતી આગમાની હકીકતામાં વિદ્યમાન આગમે સાથે કાંઇક કાંઈક મેળ નથી ખાત - તેથી પણ એમ કહી શકાય કે આમાં વાલભીવાયના સમયે નવી વસ્તુ ઉમેરવામાં નથી આવી. પણુ આમાં આહારપદ, અવધપદ ( પ્રજ્ઞાપના ) અને કલ્પના નામતઃ ઉલ્લેખ છે. એ ઉપરથી કલ્પના કર્તા ભદ્રાહુ અને પ્રજ્ઞાપનાના કર્તા શ્યામાચાય - ના સમય સુધી આમાં ઉમેરણ થયું છે એમ નિશ્ચિતરૂપે કહી શકાય. આચાર્ય ભદ્રબાહુ વીરનિર્વાણ પછી ૧૭૦ વર્ષે સ્વસ્થ થયા છે, અને
――――
1
આ શ્યામ વીરનિર્વાણું ૩૩૫-૩૭૬ સુધી યુગપ્રધાન હતા, એ જ કાળની રચના પ્રજ્ઞાપના હાઈ શકે; એટલે સામાન્ય રીતે વીરનિર્વાણુ ૪૦૦ સુધીમાં સમવાયાંગને વિદ્યમાનરૂપ પ્રાપ્ત થયું હોય એમ માનીએ તે તેમાં અસંગતિના સંભવ નથી,
સમાયાનો રોજી : સમવાયાંગમાં સમવાયાંગના જે પરિચય આપ્યા છે, તે પ્રસ્તુત ગ્રન્થમાં આપવામાં આવ્યો છે (પૃ૦ ૨૩૫). એ ઉપરથી સ્પષ્ટ છે કે આની શૈલી પણ સ્થાનાંગ જેમ સખ્યાપ્રધાન છે. ભેદ એ છે કે સ્થાનાંગ દશ અધ્યયનમાં વિભક્ત છે; જ્યારે સમવાયાંગમાં માત્ર એક જ અધ્યયન છે. અને તે સમગ્ર ગ્રન્થ એક શ્રુતસ્કંધ રૂપે છે. સ્થાનાંગ એકવિધથી માંડી દર્શાવધ પદાર્થોનું વર્ણન કરે છે; જ્યારે આમાં એ ક્રમ આગળ પણું લખાવવામાં આવ્યા છે. મૂળ પાઠમાં સ્થાનશતની સૂચના છે (સૂત્ર ૧૩૯); એ ઉપરથી જણાય છે
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org